નોકિયા આશા ૫૦૧ – આપણો સદાબહાર સાથી – આજે જ ખરીદવા જેવો સ્માર્ટફોન

- Advertisement -

મે મહિનામાં નોકિયાએ આશા પ્લેટફોર્મનો નવો અને પહેલો સ્માર્ટફોન બહાર પાડ્યો અને ખુબીની વાત એ છે કે પહેલી વાર કોઇ સ્માર્ટ્ફોનનો ગ્લોબલ લોંચથી ભારતમાંથી થયો. દુનિયામાં એન્ડ્રોઈડ અને એપ્પલની સામે ટક્કર લેવા માટે એક નવો જ ખેલાડી બહાર પડ્યો. પાકિસ્તાન અને થાઈલેન્ડમાં ધૂમ વેચાણ થયા બાદ હવે આ અઠવાડિયામાં ભારતમાં આ ફોન નવી જ આશા લઈને આવ્યો છે…ફક્ત ૫૧૯૯  રૂપિયામાં એક નવા જ પેકેજ અને સેટ સાથે આ મોબાઈલ “ગેટ સેટ ગો” થઇ રહ્યો છે. ઘણા વખત પછી ખરા અર્થમાં આપણો સદાબહાર સાથી બની શકે એવો કોઇ સ્માર્ટફોન બજારમાં આવ્યો છે એટલે મને પણ એના પર રિવ્યુ લખવાનુ મન થયુ.

 શા માટે નોકિયા આશા ૫૦૧ ખરીદવો જોઈએ ? અમારી એક્સપર્ટ ટીમનું તારણ :

હાર્ડવેર

નોકિયા લ્યુમીયા જેવી આકર્ષક ડીઝાઈન તેઓ આટલા સસ્તા ભાવનાં ફોનમાં લઇ આવ્યા છે. એ ના ભુલવું જોઇએ કે એંડ્રોઇડ અને એપ્પલ બન્નેએ લ્યુમીયાની ડિઝાઇનમાંથી ઘણી પ્રેરણા (નકલ) લીધી છે તેમના લેટેસ્ટ અપડેટ્સમાં.

અલગ અલગ કલરના ઇન્ટરચેન્જ થાય તેવા કવરની ફેસેલીટી છે. કારણ કે તમે મીટીંગમાં જાવ તો બ્રાઈટ કલર સારો ના લાગે અને કોલેજમાં લાઈટ કલરમાં મોભો ના પડે..!

nokia-asha-501-a

સોફ્ટ ટચ મેટ ફીનીશ પ્લાસ્ટીક કવર પર કોઇ જાતનાં ફીંગરપ્રીંટ્સ પણ રહેતા નથી, જે ખુબ જ સારી વાત છે.

જ્યારે બીજા ઉત્પાદકો “બીગર ઈઝ બેટર” ને શ્રેષ્ઠ માનીને દિવસે દિવસે તોતિંગ ફોન બનાવી રહ્યા છે, ત્યારે નોકિયાનો આ ફોન વજનમાં ૧૦૦ ગ્રામથી પણ ઓછો છે અને એકદમ મોહક કોમ્પેક્ટ ડિઝાઇન ધરાવે છે… અને હાથમાં તથા પોકેટમાં એકદમ ફીટ બેસી જાય તેવો…

નોકિયાની ક્વોલીટી જગજાહેર છે, એક ટેકનીશીયન દ્વારા આખા સભાખંડની વચ્ચે ફોનને નીચે ફેંકવામાં આવ્યો છતાં કઈ ના થયું…૫૧૯૯ માં એકદમ સેઈફ અને મજબૂત પણ એટલો..

સ્ક્રીન

૩ ઈંચની QVGA સ્ક્રીનમાં વિડીયો એકદમ ક્લીયર દેખાય, બ્રાઈટનેસ પણ સારી અને કન્ટેન્ટ બેસ્ટ મેનેજ થાય..સ્ક્રીન એકદમ રિસ્પોન્સિવ..આપણી આંગળીઓથી સહેલાઈથી મેનેજ કરી શકાય…

કેમેરા

૩.૧૫ મેગા પિક્સેલ કેમેરો જે આટલા રેઝોલ્યુશન પર પણ ખરેખર સારા સ્નેપસ આપે છે….તેમાં ફ્લેશ નથી એટલે રાત્રે થોડી સમસ્યા થાય. પણ આવતી એડિશનમાં નોકિયા તે સમસ્યા દુર કરશે એવી આશા રાખીએ..

સોફ્ટવેર

આશાના જુના ફોનમાં તેની S૪૦ ઓપરેટીંગ સિસ્ટમ માટે કોઈ જ ફરિયાદ ન હતી અને સારો પ્રતિભાવ છે. તેમ છતાં નોકિયાએ બધુજ રીફ્રેશ કરી ને ઘણા બધા સ્માર્ટ અને UI Features, જે માત્ર બીજા અત્યંત મોંધા સ્માર્ટ ફોનમાં જ જોવા મળે છે, તેને આટલી સસ્તી પ્રાઈઝ રેન્જમાં લાવી ને ખરેખર વખાણવા લાયક કામ કરી બતાવ્યુ છે. આટલી સસ્તી રેંજમાં આટલો જબ્બરદસ્ત સ્માર્ટફોન માર્કેટમાં લાવવો તે મોટી કંપનીઓ માટે હવે કાંટાની ટક્કર છે…!

nokia-asha-501-3

નવી OSની એક ખાસ અને જોરદાર હાઇલાઇટ –

નવી ઓ.એસ. માં “ફાસ્ટલેન”ની ફેસેલીટી છે. ફાસ્ટલેનની ખાસિયત એ છે કે તે આપણા દ્વારા ફોનમાં કરવામાં આવતી દરેક નાની-મોટી એક્ટીવિટીનું લિસ્ટ બનાવતી જાય છે કે જેના પર ક્લિક કરીને આપણે તરત એ ફરી કરી શકીએ. ફાસ્ટલેન જૂની અને નવી દરેક એક્ટીવીટીને એકી સાથે બતાવી શકે છે. ૫૦ જેટલી એક્ટીવીટી તમે એકી સાથે એક્સેસ કરી શકો. જેનાથી તમારે ફોનને વધારે પડતો મચેડવો ના પડે અને તમારી પપ્રોડક્ટીવીટી વધે- સમય બચે.

એપ્સ

આ ફોનમાં એન્ડ્રોઈડની જેમ ૪૫ જેટલી એપ્સ છે. જેનાથી લોકો કલાકો સુધી તેમાં રચ્યા પચ્યા રહે. ગેઈમના શોખીન માટે ઈ.એ. સપોર્ટની ૪૦ જેટલી ગેઈમ છે. આમાં ભલે ગ્રાફિક્સ બરોબર ના આવે પણ આ રેંજના બીજા ફોનમાં ગેઈમના નામે એકદમ બકવાસ અનુભવ મળે છે. તેના કરતા તો આ ફોન રૂપિયા ૧૦, ૦૦૦ નાં ફોનને પણ ટક્કર આપે એવી કાબેલિયત ધરાવે છે.

nokia-asha-501-2

બેટરી

આ ફોન લેવાનું સૌથી મહત્વનું કારણ એ કે ડ્યુઅલ સીમમાં પણ આની બેટરી ૨૬ દિવસ સુધી કામ આપે છે. હા મિત્રો, ૨-૫ નહીં પણ પુરા ૨૬ દિવસ. બીજા કોઈ પણ ફોનમાં બેટરી વધુમાં વધુ એક-બે દિવસ ચાલે અને આપણા બધા કામ અટકી પડે. જયારે અહી સોસિયલ નેટવર્ક અને મેઈલ ગમે ત્યારે ઓપરેટ કરી શકો…

આ એક ૨G ફોન છે, જેમાં બ્લુટૂથ અને વાઈફાઈ ફેસેલીટી પણ છે.

પ્રાઈઝ અને અવેઈબીલીટી

ફોનની કિંમત છે ફક્ત રૂ.૫૧૯૯ અને દરેક ઓનલાઈન શોપ પર ઉપલબ્ધ છે. આટલી ફેસેલીટી માટે પ્રાઈઝ એકદમ રીઝનેબલ છે…અને એકદમ સારામાં સારો અને સસ્તો ફોન પણ કહી શકાય…!

અમારા મતે તો આજે જ આ ફોનને એમેઝોન પરથી ઓર્ડર કરો… બાકી જગા પર તપાસ કરી તો ક્યાંક એ મોંધો મળે છે, અથવા તો ક્યાંક શિપીંગની કટકટ છે… અને ક્યાંક તો સ્ટોક ખલાસ થઈ ગયો છે.

વિચારી શું રહ્યા છો? હમણા જ અહીં ક્લિક કરો અને નોકિયા આશા ૫૦૧ ઓર્ડર કરો એમેઝોન પરથી..

ટીપ્પણી