નેતાની વાર્તા કે નેતાનું માર્કેટિંગ ?

એક નેતા ભાષણ કરતા હતા. એમાં તેમણે એક વાર્તા સંભળાવી…

‘એક વ્યક્તિના ત્રણ દિકરા હતા…

એમણે ત્રણેય જણને ૧૦૦-૧૦૦ રૂપિયા આપ્યા અને એવી વસ્તુ લાવવાનું કહ્યું કે જેનાથી આખી રૂમ સંપૂર્ણપણે ભરાઈ જાય.

પહેલો પુત્ર ૧૦૦ રૂપિયાનું ઘાસ લાવ્યો… પણ રૂમ આખી ભરાઈ નહીં.

બીજો પુત્ર ૧૦૦ રૂપિયાનું કપાસ લાવ્યો… પણ રૂમ આખી ભરાઈ નહીં.

ત્રીજો પુત્ર એક રૂપિયાની મીણબત્તી લાવ્યો… અને આખી રૂમ પ્રકાશિત થઈ ગઈ.’

નેતાએ કહ્યું, ‘અમારા રાહુલજી પેલા ત્રીજા પુત્ર જેવા છે.

જે દિવસથી એમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે એ દિવસથી અમારો દેશ ઉજ્જવળ પ્રકાશ અને સમૃદ્ધિથી ઝગમગી રહ્યો છે..’

.

.

એટલામાં પાછળથી અણ્ણાના એક સમર્થકનો અવાજ આવ્યો… ‘બાકીના ૯૯ રૂપિયા ક્યાં છે?’

સૌજન્ય : ચિત્રલેખા

 

ટીપ્પણી