નાનપણમાં કેવી કેવી વસ્તુઓ નો આપણને ફાંકો હતો, મને તો હતો જ… કદાચ તમને પણ હશે

4dfc52fd59712bb7d7871d0af25ec5c21. કોઇ જુના કેલેનડર ના પુઠા ચઢાયેલી નોટ લાયુ હોય અને આપડી જોડે ખાખી રંગના ખરીદેલા પુઠા અને સ્ટીકર લગાયેલા હોય તોય આપણને ફાકો હોય.

2. લોખંડ ના કંપાસ અને દફતર તરીકે સ્ટીલ ની પેટી હોય અને આપડી જોડે પ્લાસ્ટીક નો સંચા વાળૉ કંપાસ અને ક્લીપ વાળુ દફતર હોય તોય ફાકો હોય નાસ્તાના નવ પ્લાસ્ટીક ના ડબ્બા નો પણ ફાકો

3. કેનવાસ ના શુઝ સામે પ્લાસ્ટીક ના શુઝ નોય ફાકો હતો

4. લખોટી , ભમરડા નવા દોરડા, ક્રેરમ બોર્ડ, નવા પ્લાસ્ટીક ના પતા , નવો લુડો , બીઝનેસ (નવો વેપારી ) વગેરે જેવી રમતો આપડી જોડે જો વેકેશનમા હોય તો આપડે એક ડગલુ ઉપર ચાલતા હોઇએ

5. બહાર ક્રીકેટ રમવા જતા આપડુ પોતાનુ બેટ અથવા તો બોલ હોય તોય વાતે વાતે આ શબ્દ આવે “યાદ રાખજે બેટ મારુ છે.”

6.હેનડ વીડીયોગેમ અને ટીવી વીડીયોગેમ કોઇના પણ ઘરે હોય તો એને દોસ્ત બનાવાનો અને એના ઘરે રમવા જવાનો ક્રેઝ સૌથી વધુ હોય.

7. બસ ની જગ્યાએ કોક દીવસ રીક્શા મા ફરવા મળ્યુ હોય તોય ગામ આખાને કેહતા ફરતા હોઇએ અમે તો રીક્શામા ગયા હતા.

=======

પુરો થતો નથી નાનપણ ને કરેલો વાદો ફક્ત રહી જાય છે બસ એની યાદો

લી – વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી

ટીપ્પણી