નાનકડી ટેણી નો પ્રેમપત્ર

- Advertisement -

imagesનાનકડી ટેણી નો પ્રેમપત્ર

હાક છીક સોરી પ્રીયે પ્રેમપત્ર ની શરૂઆત કેવીરીતે કરવી એ વિચારતો નાકમા પેનસીલ નાખી એમા છીંક આવી ગૈઇ. અને હા આ પ્રીયે શબ્દ મારો નથી કોક ને બોલતા સાભળ્યુ હતુ ત્યાથી ઉઠાયુ છે

કાલે ટીચરે મને બેનચીસ પર ઉભો રાખ્યો હતો ત્યારે તુ મારી સામે જોઇને હસી હતી ત્યારથી જ મને લાગ્યુ કે તને પણ મારી જોડે પ્રેમ છે પરીક્ષામા આપડો નંબર આગળ પાછળ આવે છે તો યતુ મને કશુ ચોરી કરવા દેતી નથી એટલે વિચાર્યુ કે તારુ દીલ ચોરી લઉ પરીક્ષા મા થોડી ઘણી મદદ મળશે.

તારી પાછળની પાટલી વાળી છોકરી તારી માથાની કાળી રીબીન માં પોતાની પેન્સીલ ની અણી ઘસે છે ત્યારે મને બહુ ગુસ્સો આવે છે એનુ ઘર મારી સોસાયટીમા જ છે હુ પણ એના ઘરનો બેલ વગાડીને ભાગી જવુ છુ અને તારો બદલો પુરો કરુ છુ.

તુ બહુ ગોરી દેખાતી નથી ડોરેમોન સીરીયલ ની વચ્ચે જાહેરાતમા ફેર એન્ડ લવલી ની જાહેરાત આવે છે એ ક્રીમ તુ લગાય ગોરી થૈઇ જઇશ મારી મમ્મી ને ગોરી છોકરીઓ ગમે છે અને હા મમ્મી પરથી યાદ આયુ તુ તારા કંપાસ મા છોલેલી પેન્સીલ નો કચરો ભેગો કરે છે એવુ ના કરીશ કારણકે મારી મમ્મી ને કોઇ કચરો ભેગો કરે એ જરાય નથી ગમતુ કાલ ઉઠીને સાસુ વહુમા પ્રોબ્લેમ ના થાય એ હેતુ થી આજે જ કંપાસ માથી કચરો ફેકી દેજે

અને જો તુ મને પ્રેમ ના કરતી હોય તો આ લેટર ફાડી ને કચરો પાડીશ નહી મને પણ કોઇ કચરો પાડે એ પસંદ નથી આ પત્ર મને પાછો આપી દેજે બહુ મેહનત કરી છે લખવામા

હુ એને ફેસબુક સ્ટેટસ તરીકે મુકી દૈઇશ એકાદ બે ટેણી તો પટી જજશે અને જો તુ સરને મારી કમ્પ્લેન કરીશ તો હુ પણ કૈઇ દૈઇશ કે તુ ચાલુ કલાસે પોતાના ડબ્બામાથી નાસ્તો ખાય છે.

=======

તારા વગરતો કવિતામા પણ બેસતો નથી પ્રાસ,

હવે લખવાનુ બંધ કરવુ પડશે ચાલુ થાય છે ક્લાસ

ટીપ્પણી