દૂધી ‘મૂઠિયા’
* સામગ્રી :
– ૧ કપ છીણેલી દૂધી
– ૧ કપ ઘઉંનો જાડો લોટ
– ૧ કપ ખાટું દહીં
– ૪ – ૫ લીલા મરચા
– ૧/૨ ઇંચ આદુનો ટુકડો લસણ (નાખવું હોય તો)
– મીઠું સ્વાદ પ્રમાણે
– ચપટી ખાવાનો સોડા (નાખવો હોય તો)
– ૧ ટી સ્પૂન લાલ મરચા પાવડર
– ૧ ટી સ્પૂન ધાણાજીરુ
– ૧ ટી સ્પૂન ખાંડ
– ૧ ટેબલ સ્પૂન તલ
– ૧ ટી સ્પૂન રાઈ
– ૧ ટેબલ સ્પૂન જીરુ
– ૧/૨ ટેબલ સ્પૂન તેલ
– હિંગ
* રીત :
ઘઉંના લોટમાં દૂધી છેણી ભેળવી લો. તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, મીઠું અને દહીં ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો. હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો. ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લો. એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ અને તલનો વઘાર કરી લીમડાના પાન નાખી બધા જ મૂઠિયાને વઘારી લો. બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ પીરસો. નાસ્તામાં ચા કે અથાણાં સાથે મૂઠિયાની મઝા માણો