દૂધી પકોડા :

8579_r-3

 

દૂધી પકોડા :

 

* સામગ્રી :

– એક મધ્યમ સાઇઝની દૂધી

– એક કપ ચણાનો લોટ

– બે ચમચા ચોખાનો લોટ

– એક મધ્યમ કાંદો સમારેલો

– ૩-૪ કળી લસણ ઝીણું સમારેલું

– ત્રણ લીલાં મરચાં બારીક સમારેલાં

– એક ચમચી ચાટ મસાલો

– એક ચમચી લાલ મરચું

– અડધી ચમચી હળદર

– અડધી ચમચી કાળું મીઠું

– એક ચમચો બારીક સમારેલી કોથમીર

– મીઠું સ્વાદ પ્રમાણે

– તળવા માટે તેલ

 

 

* રીત :

દૂધીની છાલ કાઢી એને છીણી લો. એમાં મીઠું મિક્સ કરી ૧૫થી ૨૦ મિનિટ રહેવા દો. ત્યાર બાદ દૂધીને નિચોવી પાણી કાઢી લો અને એક બૉલમાં ટ્રાન્સફર કરો.

હવે એમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, કાંદા, લસણ, લીલું મરચું, ચાટ મસાલો, લાલ મરચું, હળદર, કાળું મીઠું, કોથમીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર પડે તો પાણી ઉમેરી ભજિયાં બને એવું ખીરુ બનાવો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે એમાંથી એક ચમચો ભરી તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને ખૂબ હલાવો. હવે આ ખીરામાંથી ગરમ તેલમાં નાની સાઇઝનાં ભજિયાં પાડો. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વિંગ પ્લેટમાં કાઢી ટમેટો કેચ-અપ સાથે પીરસો.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!