દાબેલી

images (3)

સામગ્રી:

દસથી બાર નંગ દાબેલીના બન, ૫૦૦ ગ્રામ બટાકા, ૧૦૦ ગ્રામ શેકેલી સીંગ, ૧ ચમચી લાલ મરચું, અર્ધી ચમચી મરીનો ભૂકો, દસેક વાટેલાં લીલાં મરચાં, ૨૫ ગ્રામ તલનો ભૂકો, ૧ ચમચી આખા ધાણા, ૨ ચમચી કોથમીર, ૧૦ ગ્રામ વરિયાળી, ૧ ચમચી આંબોળિયાનો પાઉડર, ૧ લીંબુ, ૨ ચમચી ખાંડ, ૧ ચમચી ગરમ મસાલો, પ્રમાણ મુજબનું ઘી, ચટણી માટે લસણ, જીરું, પ્રમાણ મુજબ ગોળ, ૨ ઝીણી ડુંગળી, ૧૦૦ ગ્રામ દાડમ, ઝીણી સેવ, પ્રમાણસર તેલ, ટોમેટો કેચપ, પ્રમાણસર મીઠું.

રીત:

  • બટાકાને બાફીને છોલી કાઢી છીણી નાખો. શેકેલી સીંગને અર્ધા ફાડચા રહે તેમ ખાંડી કાઢો.
  • ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નાખી સહેજ સાંતળો.
  • બટાકાના માવામાં બટાકાવડાં જેવો તમામ મસાલો નાખવો.
  • દાબેલીના બનમાં કાપો કરીને પહેલા બેઉ ચટણી નાખી પછી બટાકાનું મિશ્રણ મૂકો.
  • દાડમ, શેકેલી સીંગ, ઝીણી ડુંગળી જુદાં રાખી દરેક બનમાં છૂટા પણ નાખી શકાય છે.
  • પહેલાં ધી મૂકીને, બન શેકીને, પછી મસાલો ભરો. મસાલો ભરીને પછી પણ શેકી શકાય.
  • ટોમેટો કેચપ સોસ સાથે પીરસો અને વાહ વાહ મેળવો.

હવે જરા ચટણીની વાત કરી લઈએ, કારણકે ચટણી સિવાય તો સ્વાદ ફીક્કો જ રહી જશે.

આંબોળિયાની ચટણી બનાવવા માટે આંબોળિયાનો પાવડર, ગોળ, મીઠું, મરચું ભેગા કરી પ્રમાણ અનુસાર પાણી ઉમેરી ગરમ કરો. જ્યારે લટણની ચટણી બનાવવા લસણ, મીઠું, મરચું, ગોળ અને જીરું ભેગાં કરી વાટો. ડુંગળીને સાંતળીને પણ નાખી

Courtesy: Nimesh Tailor

ટીપ્પણી