થીમ : આવ રે વરસાદ – “મેથીના ગોટા “

- Advertisement -

download (2)DHYTJTRSEAવરસાદ આવતો હોય ને ગરમાગરમ મેથી નાં ગોટા ખાવા મળી જાય, તો કેવી મજા પડી જાય ને….! તો આ રહી તેની રેસીપી….

 

” મેથીના ગોટા ”

 

** સામગ્રી :-

– ચણાનો લોટ : ૧ બાઉલ

– ઝીણી સમારેલ અને ધોયેલ મેથીની ભાજી : ૩/૪ બાઉલ

– ચોખાનો લોટ : ૨ ટી.સ્પુન

– લીલા મરચા : ૩ નંગ

– હળદર : ચપટી

– આખા ધાણા : ૧ ટી.સ્પુન

– વરીયાળી : ૧ ટી.સ્પુન

– આખા મરી [ BLACK PEPPER ] : ૧ ટી.સ્પુન

– મીઠું : સ્વાદ પ્રમાણે

– ખાવાનો સોડા : ચપટી

– ગરમ તેલ : ૨ ટી.સ્પુન

– ખાંડ : ૧/૨ ટી.સ્પુન

 

** રીત :-

સૌ પ્રથમ મેથીની ભાજી ધોઈ ઝીણી સમારી લેવી. ત્યારબાદ ચણાના લોટમાં મીઠું, હળદર, સોડા, પાણી નાખી ખીરૂ તૈયાર કરવું. આ તૈયાર ખીરામાં મેથીની ભાજી, લીલા મરચા, આખા ધાણા, વરીયાળી, આખા મરી, ગરમ તેલ બધું જ સરખી રીતે મિક્સ કરી ગરમ તેલમાં ભજીયા પાડી લેવા. માધ્યમ તાપ પર ભજીયા તળી સર્વિંગ પ્લેટમાં લઇ તીખી-મીઠી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરી વરસતા વરસાદમાં આનંદ માણવો.

સૌજન્ય : હર્ષાબેન મેહતા

ટીપ્પણી