તો ચાલો આજે ઘરે જ બનાવીએ ઉનાળા માટે શરબત, જે તમારા ઉનાળાને બનાવી દેશે રંગીન….

580319_537180082985761_632593380_n

 

તો ચાલો આજે ઘરે જ બનાવીએ ઉનાળા માટે શરબત, જે તમારા ઉનાળાને બનાવી દેશે રંગીન….

 

મિક્સ જ્યુસ :

 

૨ કપ પાઈનેપલ જ્યુસ

૧/૨ કપ મેંગો રસ

૧ કપ દાડમનો જ્યુસ

૩ ચમચી લીંબુનો રસ

નોંધ: ૧ ચમચી લીંબુનો રસ મિક્સ કરવા માટે ઉપયોગમાં લેવો અને બાકીનો રસ સર્વિંગ માટે ઉપયોગમાં લેવો.

૧ ચમચી આદુનો રસ

૧/૪ કપ હેવી ક્રીમ

ખાંડનું બૂરું

 

રીત:

બધી જ સામગ્રી એકઠી કરી મિક્સ કરી લેવી અને ચિલ્ડ-ઠંડું કરવા મૂકવું. લાંબો કાચનો ગ્લાસ લઈ તેની કિનારી પર થોડું લીંબુનો રસ લગાવી ખાંડના બુરા પર ગ્લાસ ઊંધો મુકી ફ્રોસ્ટેડ કરવો. ત્યાર બાદ ગ્લાસ સીધો કરી લાઇટરથી ખાંડના બુરા પર પળ ૨ પળ માટે અગ્નિથી ગરમ કરવું બૂરું બળવું ન જોઈએ પણ કથ્થાઇ રંગનું થઈ જાય તેનો ખ્યાલ રાખવો ત્યાર બાદ ચિલ્ડ થઈ ગયેલા મિક્સ જ્યુસને ગ્લાસમાં ભરી સર્વ કરવો.

 

– સુરતી જમણ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block