તારો અજાણ્યો મિત્ર – પાકીટચોર ભાઈ .. .. !!

man-crying-in-profile-photoમિત્રો આ પોસ્ટ જરૂરથી વાંચજો….!!!

મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે .. .. !!

પાકીટમાં શું હતું .. .. ?? કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર .. .. !!

એ પત્ર, જે મેં મારી માં માટે લખ્યો હતો અને એમાં લખ્યું હતું કે : “મારી નોકરી છુટી ગઈ છે, એટલે હવે હું તમને પૈસા નહિ મોકલી શકું .. .. !!”

૩ દિવસથી તે પોસ્ટકાર્ડ મારા ખિસ્સામાં જ પડયો હતો .. !!

પોસ્ટ કરવાનું મન જ નહોતું થઇ રહ્યું .. .. !! . એમ પણ ૧૫૦ રૂપિયા કઈ મોટી રકમ તો નથી હોતી. પણ જેની નોકરી છૂટી ગઈ હોય ને, એના માટે તો ૧૫૦ રૂપિયા પણ ૧૫૦૦ થી ઓછા નથી હોતા .. .. !

આ વાતને અમુક દિવસ વીતી ગયા. માં નો પત્ર મળ્યો. હું સહેમી ગયો .. .. જરૂર માં એ પૈસા મોકલાવવા માટે લખ્યું હશે .. !! પણ પત્ર વાંચીને હું શોક થઇ ગયો .. .. !!

માં એ લખ્યું હતું : “બેટા, તારો ૫૦૦ રૂપિયાનો મોકલેલો મનીઓર્ડર મને મળી ગયો છે. તું કેટલો સારો છે, પૈસા મોકલવામાં ક્યારેય લાપરવાહી નથી કરતો!”

હું એ વિચારમાં પડી ગયો કે આ મનીઓર્ડર કોણે મોકલાવ્યો હશે .. .. ??

એના અમુક દિવસ પછી .. .. એક બીજો પત્ર મળ્યો .. !! એકદમ ગળબળિયા અક્ષરોમાં લખાયેલો, માંડ-માંડ હું એને વાચી શક્યો .. !!

એમાં લખ્યું હતું કે : “ભાઈ, ૧૫૦ રૂપિયા તારી તરફથી અને ૩૫૦ રૂપિયા મારી તરફથી મેળવીને, મેં તારી માં ને ૫૦૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલી દીધો છે! ફિકર નહિ કરતો દોસ્ત, માં તો બધાયની એક જેવીજ હોય છે ને .. .. ?? એ કેમ દુખી રહે .. .. ??”

તારો અજાણ્યો મિત્ર – પાકીટચોર ભાઈ .. .. !!

બોધ:માણસ ચાહે કેટલો પણ બુરો કેમ ના હોય પણ ‘માં’ ના માટેની ભાવના બધાની એક જેવી જ હોય છે. સાચું કે નહિ .. ..???

ટીપ્પણી