તમારો પડઘો પસંદ કરો..

Father and son on a pier relaxing together

એક માણસ અને તેનો દિકરો જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. અચાનક જ છોકરો પડી ગયો અને સખત દુઃખાવો થવા લાગ્યો, એણે ચીસ પાડી, “આહ્હ્હ!”

નવાઈ સાથે, તે પર્વતમાંથી એ જ અવાજ સાંભળે છે, “આહ્હ્હ!”
કુતૂહલવશ, તે ફરી બૂમ પાડે છે: “તું કોણ છે?” પણ તેને જવાબ એ જ મળે છે, “તું કોણ છે?”

આના લીધે તે ગુસ્સે થઇ જાય છે, અને તે જોર થી બૂમ પડે છે, “ તું ડરપોક છે!” અને ફરીથી અવાજ જવાબ આપે છે, “ તું ડરપોક છે!”
તે તેના પિતા સામે જુવે છે અને પુછે છે, “પપ્પા, શું થઇ રહ્યું છે?”
“દિકરા.” માણસ એ જવાબ આપ્યો, “ધ્યાન આપ.”

પછી તે બૂમ પાડે છે, “હું તને ચાહું છું.” અને તે અવાજ જવાબ આપે છે, “હું તને ચાહું છું.”

પિતા બૂમ પાડે છે, “તું સુંદર છે.” અને અવાજ જવાબ આપે છે, “તું સુંદર છે.”

બાળકને ખુબ જ નવાઈ લાગી પણ તે હજી સમજી ના શક્યો કે શું થઇ રહ્યું છે.

પિતા સમજાવે છે, “બેટા, લોકો આને પડઘો કહે છે પણ, આ જ સાચે જીવન છે. જીવનને તમે જે આપો છો એ જ જીવન તમને પાછું આપે છે. જીવન તમારી ક્રિયાનું પ્રતિબિંબ છે.
જો તમારે વધુ પ્રેમ જોઈએ છીએ તો વધુ પ્રેમ આપો,
જો તમારે વધુ કરુણા જોઈએ છીએ તો વધુ કરુણા આપો,
જો તમારે સમજણ અને આદર જોઈએ છીએ તો સમજણ અને આદર આપો.

જો તમારે લોકો ને તમારી સાથે ધીરજ રખાવી હોય તો તમે તેને ધીરજ આપો.

આ પ્રકૃતિનો નિયમ આપણા જીવન સાથે દરેક જગ્યા એ લાગુ પડે છે.
જીવન આપણને એ જ પાછું આપે છે જે આપણે તેને આપીએ છીએ.
તમારું જીવન એક અકસ્માત કે સંયોગ નથી પણ, તમારા કરેલા કર્મોનો પડછાયો છે.

તમારો પડઘો સમજીને પસંદ કરો..

ટીપ્પણી