તમારે બીઝનેસમેન બનવું છે ? આટલી વાતોને ધ્યાનમાં રાખો…!!

- Advertisement -

Business-Woman-in-meeting-200x300

 1. ક્મ્પ્યુટરની દુનિયાના સિકંદર એવા સ્ટીવ જોબ્સ કહેતા : ” તમારી આખી જિંદગી બીજાના સપના સાકાર કરવામાં ન બગાડ્સો, પોતાના સપના જોવાની આદત પાડો.”
 2. અન્ય એક મોટા બિઝનેસ મેન કહે છે : ” આ દુનિયામાં જન્મતા પ્રત્યેક ૧૦ માંથી ૯ વ્યક્તિ દસમાની સેવા કરે છે. તમે ૧૦ માં વ્યક્તિ બનજો.
 3. ખરેખર, જેની પાસે મૂડીની વ્યવસ્થા હોય કે સખત આત્મબળ હોય, તેને તો નાનો- મોટો બિઝનસ જ કરવો જોઈએ.
 4. ગાડી, બંગલા, સત્તા, પ્રતિષ્ઠા, જયજયકાર… વગેરે બિઝનસ મેનના ચરણોમાં આળોટે છે.
 5. બિલ ગેટ્સ, વોરન બફેટ, ટાટા, બિરલા, મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, બજાજ…..વગેરે બિલિયોનર બિઝનસમેનો દુનિયા ચલાવે છે.
 6. આમ તો બીઝનસમેન થવા ભણતર જ જરૂરી નથી, ગણતર જરૂરી છે. પરંતુ ગણેલો વ્યક્તિ ભણેલોય હોય, તો વધુ સારો બિઝનસ કરી શકે, તે ૧૦૦ % સત્ય છે.
 7. આજુબાજુ બુધ્ધિપુર્વક જોઈએ તો બીઝ્નસની અનેક તકો રાહ જોતી દેખાય.
 8. બિઝનસ એ વિઝન ( દૂરનું જોઈ-વિચારી શકવાની શક્તિ ) તથા આત્મવિકાસના પાયા પર ખડો થાય છે. એ માટે કોઈ વ્યક્તિ પાસે પોતાની તીવ્ર મહત્વાકાંક્ષા કે સ્વપ્ન હોવું જરૂરી છે. પૈસા કમાવાનો તલસાટ જરૂરી છે.
 9. વિશ્વમાં અને પ્રકારના બિઝનસ છે. શાકની લારીથી માંડીને મલ્ટીનેશનલ કંપની સુધી બિઝનસનું ક્ષેત્ર છે.
 10. MBA , BBA , અને IIM ના ગ્રેજ્યુએટ થઇ બીઝનેસમેન થઇ શકાય છે. કે પિતાના બિઝનસનો વિકાસ કરી શકાય છે. કે શૂન્યમાંથી સર્જન કરી જગત સમક્ષ એક દાખલો મૂકી શકાય છે.
 11. બિઝનસની દુનિયા પણ સતત સ્પર્ધાની દુનિયા છે. કાલે કરોડપતિ તો આજે રોડપતિ પણ થઇ જવાય. માટે બિઝનસમેને સતત જાગ્રત રહેવું પડે છે.
 12. સફળતાના શિખરો સર કરવા તળેટીથી જ શરૂઆત કરાવી યોગ્ય છે, નહીતર ટોચ પરથી ગબડી પડવાનો સંભવ છે.
 13. સૌજન્ય : ટહુકાર

ટીપ્પણી