તમને મારી યાદ સૌથી વધુ ક્યા આવી હતી ?

એકલા વિશ્વપ્રવાસે જઈ આવ્યા પછી મુલ્લા નસરૂદીનને એમના બીબીજાને પૂછ્યું, “મુલ્લા, આખાય પ્રવાસ દરમિયાન તમને મારી યાદ સૌથી વધુ ક્યા આવી હતી ?

મુલ્લા : વિએનાનું કબ્રસ્તાન જોવા ગયો ત્યારે !

બીબીજાન : શું વાત કરો છો ? એ કઈ રીતે ?

મુલ્લા : બેગમ…ત્યાં એક પતિએ પોતાની પત્નીની સમાધી પર લખાવ્યું છે, “આ જગ્યાએ તે સુખની નિંદ્રા લઇ રહી છે. પોતાના પતિને સુખી કરવા તેણે જીવનભર પ્રયત્નો કર્યા છે. છેવટે મરીને પોતાના પ્રયત્નોમાં સફળતા મેળવી છે. આ વાંચીને બેગમ મને તારી યાદ આવી ગઈ…”

મોરલ :

કેટલાક ઉપદ્રવી માણસો – ખાસ કરીને કહેવાતા રાજકારણીઓ અને કહેવાતા ધર્મકારણીઓ, એમના જીવનથી નહિ, મૃત્યુથી જ લોકોના સુખ શાંતિ આણી શકે છે !

ખરું કે નહિ દોસ્તો ??

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block