ડ્રાય ભાખરવડી

- Advertisement -

1013885_351291654974182_1229944634_nડ્રાય ભાખરવડી

 

સામગ્રી-

પડ માટે

400 ગ્રામ ચણાનો લોટ

100 ગ્રામ ઘઉંનો લોટ

મીઠું, મરચુ, હળદર, તેલ પ્રમાણ સર

 

ફિલીંગ માટે :

 

200 ગ્રામ ચણાનો લોટ

100 ગ્રામ ઝીણી સેવ

25 ગ્રામ સુકુ ટોપરું

1 ટેબલ સ્પૂન તલ

1 ટેબલ સ્પૂન ખસખસ

1 ટેબલ સ્પૂન ગરમ મસાલો

1 ટેબલ સ્પૂન ખાંડ, આમચુર પાવડર, ઘાણાજીરું, મીઠું

 

ચટણી માટે :

 

50 ગ્રામ સિંગદાણા

10 કળી લસણ

1 ચમચો લાલ મરચું

મીઠું ગોળ નાખી વાટી ચટણી બનાવો

વાટતી વખતે થોડું પાણી નાખી રસાદાર બનાવો

 

ભાખરવડી બનાવવાની રીત :

 

-ચણા અને ઘઉંનો લોટ ભેગો કરી લો

-તેમાં મીઠું થોડી હળદર અને તેલનું મોણ નાખી કઠણ કણક બાંધી લો

-ચણાના લોટમાં મીઠું મરચુ અને તેલનું મોણ નાંખી ખીરું બાંધવું

-પેનમાં તેલ મુકી ભજિયાં તળી લેવા

-ઠંડા પડે એટલે ખાંડી, ચાળી રવાદાર ભૂકો બનાવી લો

-તેમાં ચણાની સેવ નાંખવી, સુકુ કોપરાનું છીણ ઉમેરો

-આ ફિલીંગમં શેકેલા તલ ખસખસ મીઠુ ગરમ મસાલો ઉમેરો

-ધાણાજીરું, ખાંડ અને આમચૂર પાવડર પણ ઉમેરો

-કણકમાંથી પાતળો મોટો રોટલો વણી લો

-રોટલા પર ચટણી લગાડો અને મસાલો પાથરો

-પછી તેનો સખત વીંટો વાળી કટકા કરી લો

-આ કટકાને બરાબર દબાવી તેલમાં તળી લો તૈયાર છે ભાખરવડી

 

રસોઈની રાણી : અમીષા પટેલ (અમદાવાદ)

ટીપ્પણી