ડૉક્ટરના મૅરેજમાં નવા રિવાજ આવા હોય શકે….

બિચારા ડૉક્ટરો આમેય બહુ મોડા મોડા પરણે છે. પણ પરણે છે ત્યારે બધાને શી રીતે ખબર પડે કે કોઈ ડૉક્ટર પરણી રહ્યો છે ? તો ડૉક્ટરના મૅરેજમાં નવા રિવાજ હોવા જોઈએ.

(1) જાન ઍમ્બુલન્સમાં આવે.

(2) લગ્ન ઓપરેશન થિયેટરમાં થાય.

(3) રિસેપ્શન હૉસ્પિટલના ઓપીડી વૉર્ડમાં થાય.

(4) ફોટા ‘એક્સ-રે’માં પડે.

(5) મહેમાનોને બુફેમાં વિટામીનની ગોળીઓ અપાય.

(6) પાણી અને પીણાંની જગાએ ગ્લુકોઝ અને ઓઆરએસ અપાય.

(7) વરરાજા નવવધૂને હારને બદલે સ્ટેથોસ્કોપ પહેરાવે.

(8) અને લગ્ન પતે પછી વરરાજા બોલે ‘નેકસ્ટ પ્લીઝ….’

– મન્નુ શેખચલ્લી

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block