ટી-ટ્વેન્ટીનાં વીસ-અક્ષરી હાઈકુ !

970831_522836641109355_11324196_nટી-ટ્વેન્ટીનાં વીસ-અક્ષરી હાઈકુ !

જાપાની કાવ્ય પ્રકાર હાઇકુમાં ૧૭ અક્ષરો હોય છે. (ત્યાંના કવિઓ ટ્વિટરથી પણ આગળ હતા !) પરંતુ આઇપીએલનું જે જબરદસ્ત સ્પોટ-ફિક્સિંગનું કૌભાંડ બહાર આવ્યું છે એની પ્રચંડ અસરમાં આવીને અમે ૨૦ અક્ષરનાં હાઇકુ બનાવી નાંખ્યાં છે !

ખાસ નોંધ : જ્યાં જ્યાં પાંચ-પાંચ ટપકાં છે ત્યાં અઢી સેકન્ડનો ‘સ્ટ્રેટેજીક વિરામ’ લેવાથી હાઇકુની મઝા જરા વધારે આવશે….

 

* * *

 

ઓવર એક…

ચાલીસ લાખ થયા પ્રગટ !

…..

…..

જય શ્રી સંત !!!

 

* * *

નવા બોલરો

વીસ-ત્રીસ લાખ લે છે ! છે ને…

…..

…..

‘રોયલ’ ટીમ !

 

* * *

‘ટાઇમ-આફફ’

અઢી મિનિટની ‘સ્ટ્રેટેજી’ છે

…..

…..

‘ફિક્સિંગ’ માટે !

 

* * *

માથે…કપાળે…

બગલમાં…’ખંજવાળ’ છે ? ના-

…..

…..

‘સ્પૉટ’ ઇશારો !

 

* * *

ગિલી ગિલી યા !

મેચ, સિર્ફ ખેલને કા નંઈ…

…..

…..

‘ખિલાને’ કા ભી !

 

* * *

વારંવાર…

વારંવાર…

વારંવાર…

ઝંપક ઝંપક ઝમ્પિંગ ઝપાંગ

ઝંપક ઝંપક ઝમ્પિંગ ઝપાંગ

ઝંપક ઝંપક ઝમ્પિંગ ઝપાંગ

…..

…..

અત્યાચાર !!!

 

* * *

નથી ‘જેન્ટલ’…

નથી ‘મેન’લી…નથી ‘ગેઇમ’…

…..

…..

હા, ‘ફિક્સ’ તો છે ?!

ટીપ્પણી