જો તમે મેનેજર = CEO બનવાનું વિચારતા હો તો આટલું ધ્યાન રાખો…!

- Advertisement -

woman-at-work1-300x199મેનેજર એટલે સંચાલક. કંપનીનું સંચાલન તેને આભારી છે. MANAGER IS BACKBONE OF COMPANY. (મેનેજર એ કંપની માટે કરોડરજ્જુ સમાન છે.) કારણ કે તેના જ વિઝન અને નિર્ણયો પર કંપનીનો વિકાસ આધાર રાખે છે.

BBA કે MBA થયા બાદ મૂડી ન હોય, તો સ્વતંત્ર બિઝનસ ખોલી શકાતો નથી. ત્યારે તે વ્યક્તિએ કોઈ કંપનીમાં મેનેજર કે CEO ( ચિફ એક્ઝ્યુકેટીવ ઓફિસર ) થવું જોઈએ. કારણ કે દેવું કરી દિવાળી કરાય નહિ.

કાબેલ મેનેજર કંપનીનો પ્રોડક્ટ, તે પ્રોડક્ટ બનાવવા માટેના મશીન – માણસો – પૈસા – ટેકનોલોજી , હ્યુમન રીલેશન, આવક, જાવક, ફાયદો – નુકશાન, ભૂતકાળની ભૂલો, ભવિષ્યની તકો, વર્તમાનના સુધારા, વગેરે બધા પર ધ્યાન રાખી કંપનીને સફળતાના શિખરે લઇ જાય છે.

દેશમાં વડાપ્રધાન કરતા રાષ્ટ્રપતિ મોખરે કહેવાય, તેમ કંપનીના ચેરમેન કે શેઠ કરતા મેનેજર અગ્રેસર કહેવાય.

મેનેજરના એક હાથમાં કંપની અને બીજા હાથમાં બજારની નાડ હોય છે. તેનો એક નાનો નિર્ણય કંપનીને ઉગારી શકે કે ડૂબાડી શકે છે.

જે-તે ક્ષેત્રની કંપનીના આધારે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત મેનેજરો હોય છે. જેવા કે માર્કેટિંગ મેનેજર, પ્રોડક્શન મેનેજર, જનરલ મેનેજેર, HR મેનેજેર, સ્ટોર મેનેજેર, એકાઉન્ટ મેનેજર…..વગેરે.

ધોરણ ૧૨ કોમર્સ કે સાયન્સ પછી BBA કે MBA કરી મેનેજર કે CEO બની શકાય છે. આ ક્ષેત્રમાં IIM એ વિશ્વ વિખ્યાત કોલેજ છે.

મેનેજર થવું એ સતત વિચારવાનું કામ છે. ભલે તેને ખાસ ગાડી, બંગલો, ઓફીસ, એ. સી. વગેરે સુવિધા મળે, પરંતુ સતત ટેન્શનવાળું જીવન જીવવું પડે છે.

મેનેજરને શેઠ કે ચેરમેન અને પોતાની નીચેના અનેક કર્મચારીઓ પાસેથી ધીરજપૂર્વક અને કુનેહપૂર્વક કામ લેવું પડે છે. સંબંધો સાચવી પ્રગતિ કરવાનું સંતુલન એ મેનેજર માટે પાયાનો ગુણ છે.

– ટહુકાર

ટીપ્પણી