જે સમયને વેડફે છે સમય તેને વેડફે છે – કરો બેસ્ટ ટાઈમ મેનેજમેન્ટ

- Advertisement -

time-management2-300x267જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે

યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે

પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય છે

તમને જીવન પ્રત્યે પ્રેમ છે ? જો હા તો પછી સમય ગુમાવશો નહિ, કારણકે જીવન સમયનું બનેલું હોય છે

આનંદ અને કર્મ કૌશલ્યથી કલાક નાના લાગે છે

જે સમયને વેડફે છે સમય તેને વેડફે છે

જે મિનીટ જાય છે તે પછી પાછી આવતી નથી એ જાણવા છતાય આપને કેટલી બધી મીનીટો વેડફી દઈએ છીએ

સમય મહાન ચિકિત્સક છે

મીનીટોની ચિંતા કરો, કારણકે કલાકો તો પોતાની ચિંતા સ્વયં કરી લેશે

સમય આવ્યા વગર વજ્રપાત થાય તો પણ મૃત્યુ નથી થતું અને સમય આવી જતા પુષ્પ પણ પ્રાણ લઇ શકે છે

સમયથી પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય મળતું નથી

સમયનો જે મહતમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ છે અને તે જ સુખી છે

સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતા નથી

સમય આપણને શાણા બનાવે એ પહેલા આપણે સમયસર શાણા બની જવું જોઈએ

સૌજન્ય : ટહુકાર

ટીપ્પણી