જૂનાગઢનું ટેલેન્ટ એવા “સ્વાતિ સુરેજા” રચિત એક કૃતિ

નજરીયો જીવનનો

સૂકા પાંદડાઓનો સળવળાટ સાંભળી,

કંઇક મધુરુ સંગીત અથડાય છે.

પાનખરને જોઇને જાણે વસંત પણ શરમાય છે.

 

પળે-પળ ખરતાં પાંદડાઓ જાણે ,

આઝાદ બનીને કંઇક ગાય છે.

એ જોઈને જાણે ફુલો પણ કરમાય છે.

 

પકડા પકડી રમતા જાણે

એક- મેક સાથે અથડાય છે.

હાંફતા જોઈ એને પવન પણ થંભી જાય છે.

 

કંઈ નથી અશક્ય સ્વાતિ,

પ્રેમ પ્રભુનો બારે માસ ભીંજવી જાય છે.

જો, કાદવમાં પણ ઈશ્વર મલકાય છે.

 

છે જરૂર માત્ર નજરીયો બદલવાની…

હોય હૈયે ધરપત તો,

ઝેર પીને પણ જીવી જવાય છે.

 

સૌજન્ય : સ્વાતિ સુરેજા (જુનાગઢ)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!