જાણો…અલગ અલગ લોકો દ્વારા, “પ્રેમ એટલે શું”

Gujaratijoks loveડોક્ટર: કોઇપણ જાતની મેડીકલ કીટ વગર માત્ર આંખો થી થતી સર્જરી.

વકીલ: ફી વગર લડવો પડતો ગુંચવાયેલો કેશ

સી.એ: ધાલખાધ

શિક્ષક: સમજમા ના આવે એવો ગહન વિષય.

સોફ્ટવેર ઇન્જિનીયર: એક એવો વાયરસ કે જેનુ એંટીવાયરસ બજારમાં ઉપલબ્ધ નથી. હાર્ડવેર ઇન્જિનીયર: મધરબોર્ડમાં થતી સોર્ટસર્કિટ

ડ્રાઈવર: ચાલુ ગાડીએ આવેલ ઉંઘનુ ઝોકુ.

પાનના ગલ્લા વાળો: ગુલકંદ મારીને તૈયાર થયેલુ અસલ બનારસી પાન. પત્રકાર: ચુંથાઇ ગયેલી મેટર

લેખક: ભૂલથી લખાઇ ગયેલી કોલમ.

રોમિયો: ટાઇમપાસનું સાધન

વેપારી: ખોટનો ધંધો.

શેર બ્રોકર: સેલરની સર્કીટ લાગેલો શેર ઓટો

કન્સલ્ટ: મર્સીડીઝ વિધાઉટ ઇંસ્યોરંન્સ એન્ડ આર.સી બુક

ભિખારી: ભીખમાં મળેલી લાગેલી લોટરીની ટિકીટ

પાયલટ: એક એન્જિનવાળુ બોઇંગ વિમાન

ફેસબુક યુઝર: દરેક પોસ્ટ પર લાઇક ,કમેન્ટ એન્ડ શેર

દરજી: ઉતાવળમાં થઇ ગયેલુ ખોટું કટીંગ. પણ સાચા પ્રેમી ને જો પ્રેમ ની પરિભાષા પુછવામા આવે તો કઇક આવી હોય.

પ્રેમી: રણમા મળેલી મીઠા પાણીની વેરડી, મરતા ને મળેલી જિંદગી, ફેઇલ થયેલા ને મળેલા ફુલ માર્ક્સ, દીવા ને મળેલ તેલ, અરે ઉભારહો હજુ બાકી છે જેમ કે વાંદરાના ગળા મા હાર, કુતરાના મોઢામા ગોળ, ને માંકડાના હાથ મા મોબાઇલ… હાહાહા ….મજાક કરુ છું ભાઇ મહેરબાની કરી કોઇ ડુપ્લીકેટ પ્રેમીઓ ખોટુ ના લગાડે.

સૌજન્ય : સોહમ ઠાકર, પાલનપુર

 

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!