જાણો અને માણો, “વેજીટેબલ દહીંવડા” (શાકના દહીંવડા )

- Advertisement -

1063605_10151514320211088_1997566072_n (1)

 

જાણો અને માણો, “વેજીટેબલ દહીંવડા” (શાકના દહીંવડા )

 

*સામગ્રી:-

*200 ગ્રામ અડદ ની દાળ

*100 ગ્રામ ફણસી

*100 ગ્રામ ગાજર

*300 ગ્રામ બટેટા

*1 ટી સ્પૂન વાટેલા આદુમરચા

*1 ટી સ્પૂન તજ લવિંગ નો ભૂકો

*1 ટી સ્પૂન ગરમ મસાલો

*1 લીટર દહીં

*તેલ તળવા માટે

*રાઈ

*હિંગ

*લીમડા ના પાન 2/4

*ખજુર આંબલી ની ચટણી

*કોથમરી ની ચટણી

*મીઠું સ્વાદ પ્રમાણે

*મરચું સ્વાદ પ્રમાણે

*ખાંડ સ્વાદ પ્રમાણે

*લીંબુ

*કોથમરી (જીની સમારેલી )

*દાલ મૂઠ

 

**રીત:-

*અડદ ની દાળ ને 2 કલાક પલારી ને મિક્ષ્ચર માં થોડું જ પાણી નાખી ને પીસી લ્યો .

*દહીં માથી પાણી કાઢી લ્યો .દહીં ની અંદર મીઠું ને ખાંડ નાખો સ્વાદ અનુસાર .

*કડાઈ માં 1 ટી સ્પૂન તેલ મૂકી ને તેમાં રાઈ નાખી ને હિંગ અને લીમડા નો વઘાર કરી ને દહીં માં નાખવાનું .

*ફણસી ,ગાજર ને જીના સમારી ને અલગ વરાળ થી બાફી ને ઠંડા પડી લ્યો .બટેટા કુકર માં બાફી લ્યો .

*હવે ફણસી ,ગાજર બટેટા માં મીઠું ,ખાંડ ,મરચું,લીંબુ ,ગરમ મસાલો , તજ લવિંગ નો ભૂકો ,કોથમરી આદુમરચા નાખી ને ને મિક્ષ કરી દયો .અને તેના ગોળા વાડી લ્યો .

*હવે અડદ ની દાળ ના ખીરા માં ગોળા ને બોળી ને ગરમ તેલ માં તળી નાખવાં .

*વડા ઉપર દહીં,કોથમી ની ચટણી ,ખજુર આબલી ની ચટની,નાખી ને સંચળ નો ભૂકો ,સેકેલા જીરું નો ભૂકો ,મરચુ ભભરાવુ .

કોથમરી છાટવી .થોડું દાળ મૂઠ નાખી ને સર્વ કરવું .

 

રસોઈ ની રાની :- કવિતા શેઠ (એડીસઅબાબા, ઇથોપીયા)

ટીપ્પણી