જાણો અને માણો…!! “મુંબઈ સ્પેશિયલ પાઉભાજી “

images (7)જાણો અને માણો…!!

“મુંબઈ સ્પેશિયલ પાઉભાજી ”

 

** સામગ્રી :-

 

– ઝીણી સમારેલ ડુંગળી :૨૫૦ ગ્રામ

– ઝીણા સમારેલ ટામેટા :૪૦૦ ગ્રામ

– બાફેલા વેજીટેબલ : ૨ કપ { કોબીજ, રીંગણા, બટેટા, ફ્લાવર }

-આદુ, મરચાની પેસ્ટ : ૨ ટી.સ્પુન

– લસણ ની પેસ્ટ : ૨ ટી.સ્પુન

– બીટ નું છીણ : ૨ ટી.સ્પુન

– પાઉંભાજી નો મસાલો : ૨ ટી.સ્પુન

– ઝીણું સમારેલ કેપ્સીકમ : ૧ નંગ

– વટાણા :૧/૪ કપ

– બટર : ૨ ટી.સ્પુન

– તેલ :૨ ટી.સ્પુન

– મીઠું : જરૂર મુજબ

– હળદર : ૧ ટી સ્પુન

– લાલ મરચું : ૨ ટી.સ્પુન

– એક લીંબુ નો રસ

– ખાંડ : ૧/૨ ટી.સ્પુન

– હિંગ

 

** રીત :-

સૌ પ્રથમ બટર અને તેલનો વઘાર કરી તેમાં હિંગ નાખવી. ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળવી. પાંચ મિનીટ પછી ટામેટા નાખવા. હવે આદુ,મરચા,લસણ ની પેસ્ટ સાંતળવી. ત્યારબાદ કેપ્સીકમ અને બાફેલા વેજીટેબલ તેમાં નાખવા. હવે લાલમરચું, હળદર, મીઠું, પાઉંભાજી મસાલો, લીબું નો રસ, ખાંડ, વગેરે બધું જ નાખવું. છેલ્લે વટાણા નાખવા. તો તૈયાર છે મુંબઈ ની એકદમ ફેમસ અને સ્પેશીયલ એવી પાઉંભાજી.

પાઉં ને ભાજી વાળા તવા પર બટર થી શેકીને સર્વ કરવા. ભાજી ને બટર અને કોથમીર વડે ડેકોરેટ કરી છાસ અને પાપડ સાથે સર્વ કરી મુંબઈ નો સ્વાદ ઘરે માણવો.

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી