જાણો અને માણો, ‘પાતરા’

- Advertisement -

10150_540019692701839_365831353_n‘પાતરા’

 

સામગ્રી:

 

8 નંગ અળવીના પાન

1 કપ ચણાનો લોટ

2 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ

1 ટીસ્પૂન શેકેલા ધાણા-જીરુનો પાવડર

1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર

1/8 ટીસ્પૂન હીંગ

40 ગ્રામ આંબલીમાંથી બનાલેવો પલ્પ

50 ગ્રામ ગોળ

2 ટીસ્પૂન મીઠું

તળવા માટે તેલ

 

રીત:

 

– ગોળ અને આંબલીના પલ્પને મિક્સ કરીને ગરમ કરો, જ્યા સુધી ગોળ ઓગળે નહીં ત્યા સુધી ગરમ કરો.

– હવે અળવીના પાનની પાછળની બાજુએ રહેલી તેની જાડી નસોને ચાકૂની મદદથી કાપી લો.

– બેસન, ધાણા-જીરુનો પાવડર, લાલ મરચાંનો પાવડર, આદુ-લસણની પેસ્ટ, હીંગ અને મીઠું મિક્સ કરો.

– આ મિક્ષણને ગોળ-આંબલીના મિશ્રણમાં ઉમેરો. તેને બરાબર હલાવીને પેસ્ટ બનાવો.

– હવે અળવીના પાનની પાછળની બાજુએ આ પેસ્ટને બરાબર પાથરીના પાતળા લેયરમાં લગાડો,પાનની કોર પર પેસ્ટ ન લગાડતાં.

– તેના પર બીજું પાન મૂકો અને તેના પર પણ આવી જ રીતે પેસ્ટ લગાડો. આ સિવાય બે પાન વધુ મૂકીને આ જ રીતે પેસ્ટ લગાડો.

– હવે આ પાનને રોલ વાળી દો અને છેડા અંદરની બાજુએ વાળી દો. બાકીના 4 પાન પર પણ આવી જ રીતે પેસ્ટ લગાડીને રોલ વાળો.

– હવે આ રોલને 15 મિનીટ સુધી વરાળમાં બાફો. ઠંડા પડે ત્યારે 1/2 ઈંચના રોલ કટ કરી લો.

-ત્યારબાદ તેને તેલમાં શેલો ફ્રાય કરી લો. જો ઈચ્છો તો માત્ર તેલમાં સાંતળી અથવા વઘારી શકો છો.

ટીપ્પણી