જાણો અને માણો, “પનીર નગેટ” :

- Advertisement -

999521_10201689105056237_1958236544_nજાણો અને માણો, “પનીર નગેટ” :

===================

 

સામગ્રી :

પનીર , છીણેલું – 1 /2 કપ

ચીઝ , છીણેલું – 1 / 2 કપ

બટેટા , બાફેલા , છીણેલા – 1 નંગ નાનું

બ્રેડ કૃમ્બ્સ જરૂર મુજબ

લીલા મરચા , ઝીણા સમારેલા – 1

લસણ ની પેસ્ટ – 1 ટી .સ્પૂન

આદુ ની પેસ્ટ – 1 / 2 ટી .સ્પૂન

ધનાભાજી ઝીણી સમારેલી – 2 ટે .સ્પૂન

ફુદીનો ઝીણો સમારેલો – 4 – 5

તંદુરી મસાલો – 1 ટી . સ્પૂન

ચાટ મસાલા – 1 / 2 ટી .સ્પૂન

લાલ મરચું પાવડર – 1 / 4 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

મારી પાવડર – 1 / 4 ટી .સ્પૂન

ઓઈલ – તળવા માટે

 

રીત :

એક બોવ્લ માં પનીર , ચીઝ , લસન ની પેસ્ટ , આદુ ની પેસ્ટ , બટેટા , ચાટ મસાલો , મીઠું , લાલ મરચું પાવડર , ધાનાભાજી , ફુદીનો , તંદુરી મસાલો , મારી પાવડર , લીલા મરચા નાખી મિક્ષ કરો . નગેટ ને તમારી પસંદ ગી નો આકાર આપો . એક ડીશ માં બ્રેડ કૃમ્બ્સ લઈને નગેટ ને રગદોડી તળી લો . ટમેટો કેચ અપ સાથે પીરસો

ટીપ્પણી