જાણો અને માણો ચટાકેદાર… “વેજ પનીર રોલ ”

- Advertisement -

Veg. Paneer Rollsજાણો અને માણો ચટાકેદાર… “વેજ પનીર રોલ ”

 

** સામગ્રી :-

 

– બટર : ૨ ટી.સ્પુન

– આદુ, મરચા, લસણની પેસ્ટ : ૧ ૧/૨ ટી.સ્પુન

– ઝીણી સમારેલ ડુંગળી : ૧ નંગ

– ઝીણા સમારેલ ટામેટા : ૩/૪ કપ

– કસુરી મેથી : ૧/૨ ટી.સ્પુન

– તંદુરી મસાલો : ૧ ટી.સ્પુન

– પનીર : ૧૦૦ gm

– લાંબુ સમારેલ કેપ્સીકમ : ૧ નંગ

– મીઠું : જરૂર પ્રમાણે

– હળદર : ૧/૪ ટી.સ્પુન

– હોટડોગ નાં પાઉં : ૪ નંગ

 

** રીત :-

હોટડોગ નાં બન ને ઉપરથી સ્કૂપ કરી [ વચ્ચે ખાડો પાડી ] બટર માં શેકવા. હવે બટર માં જીરૂ, આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળી, ડુંગળી સાંતળી, કેપ્સીકમ સંતાડવા. હવે તેમાં ટામેટા નાખી તેમાં પનીર, કસુરી મેથી, મીઠું, મરચું, હળદર, તંદુરી મસાલો, બધું જ મિક્સ કરી બન ની ઉપર આ સ્ટફિંગ ભરવું. તેની ઉપર ચીઝ ખમણી ટોમેટો કેચપ વડે ડીઝાઈન કરી સર્વ કરવું.

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી