જાણો અને માણો એકદમ મસ્ત વાનગી, ” સ્વીટ રવા કચોરી”

- Advertisement -

1058265_4337528415213_691531571_n

જાણો અને માણો એકદમ મસ્ત વાનગી, ” સ્વીટ રવા કચોરી”

==================================

 

સામગ્રી પૂરણ માટે :

* રવો – ૧ કપ

* માવો – ૧ કપ

* બદામની ચીરીઓ – ૭થી ૮ નંગ

* કિસમિસ- ૭થી ૮ નંગ

* ઇલાયચી પાઉડર – ૧ ટીસ્પૂન

 

ચાસણી માટે :

* ખાંડ – ૧/૨ કપ

* પાણી – ૨ કપ

* કેસર- થોડા તાંતણા

 

લોટ બાંધવા માટે :

* મેંદાનો લોટ- ૨ કપ

* કોર્નફ્લોર – ૧ ટેબલસ્પૂન

* ઘી- ૧ ટેબલસ્પૂન

* નમક- સ્વાદ અનુસાર

* પાણી- ૨ કપ

* તેલ- તળવા માટે

 

રીત :

૧.એક મોટા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, ઘી, નમક, હૂંફાળું પાણી મિક્સ કરો અને તેનો નરમ લોટ બાંધી લો. બાંધેલા લોટને ભીના કપડામાં લપેટીને એક બાજુ મૂકી દો.

૨.બીજા બાઉલમાં પૂરણની સામગ્રી એકઠી કરો. માવાને સારી રીતે મસળી લો અને ચમચી વડે બધી જ પૂરણની સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

૩.ઊંડી કડાઈને ગેસ પર મૂકીને ગરમ કરો. તેમાં પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. જ્યારે પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને ધીમા તાપે જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. ચાસણી બની જાય એટલે તેમાં કેસરના તાંતણા નાખો ફરી બે મિનિટ હલાવો. ત્યારબાદ કડાઈને ગેસ પરથી ઉતારી એક બાજુ મૂકી દો.

૪.પછી બાંધેલા લોટમાંથી બોલ્સ બનાવી લો અને બોલ્સમાંથી નાની નાની ગોળ રોટલી વણી લો. રોટીના મધ્ય ભાગમાં પૂરણ મૂકો અને કિનારીથી રોટીને પકડીને પેક કરી લો. આ રીતે પૂરણ ભરીને દરેક કચોરી બનાવો.

૫.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થઈ જાય પછી તેમાં કચોરી તળવા માટે નાખો. કચોરી રતાશ પડતી અને ક્રિસ્પી બની જાય ત્યાં સુધી તળો. મેંદાને ચડતા વાર લાગે છે જેથી ધીમા તાપે ૨થી ૪ મિનિટ તળો.

૬.તળ્યા બાદ કચોરીને એબ્સોર્બન્ટ પેપર પર મૂકો.

૭.ત્યારબાદ કચોરીને તૈયાર કરેલ ચાસણીમાં ડુબાડો અને કચોરી ચાસણી ચૂસી લે ત્યાં સુધી કચોરીને ચાસણીમાં રાખો.

૮.સ્વીટ રવા કચોરી તૈયાર છે તેને સર્વ કરો.

પોસ્ટને શેર કરી બીજા મિત્રોને પણ લાભ આપો…!

રસોઈની રાણી : સુનીતા ચોટલીયા (રાજકોટ)

 

ટીપ્પણી