જાણો અને આજે ન બનાવીને માણો….!! ” ચીઝી ફિંગર્સ ”

image_5સામગ્રી :-

 

– રવો : ૧ ૧/૨ કપ

– દહીં : ૧ કપ

– ખમણેલ કોબીજ, ગાજર : ૧/૨ કપ

– ઝીણા સમારેલ ડુંગળી, ટમેટા : ૧ – ૧ નંગ

– આદુ,મરચા ની પેસ્ટ : ૨ ટી.સ્પુન

– કોથમીર : ૩ ટે.સ્પુન

– ઝીણી સમારેલ પાલખ : ૨ ટે.સ્પુન

– બ્રેડ : ૬ નંગ

– ચીઝ ક્યુબ : ૫ નંગ

– મીઠું : જરૂર મુજબ

 

ડેકોરેશન માટે :

 

– ટોમેટો કેચપ

– લીલી ચટણી

– ચીઝ

રીત :-

સૌ પ્રથમ રવામાં દહીં ઉમેરી એકાદ કલાક માટે રેસ્ટ આપવો. ત્યારબાદ રવામાં કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટા, આદુ, મરચા, કોથમીર, પાલક, મીઠું, ચીઝ બધું જ મિક્સ કરીને બ્રેડ પર લગાવી શેલો ફ્રાય કરવી. હવે આ બ્રેડની લાંબી ફીન્ગરની સાઈઝની પટ્ટી કટ કરવી. તેના પર ચીઝ ખમણી અને લીલી ચટણી અને ટોમેટો કેચપ વડે ડેકોરેશન કરી સર્વ કરવું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને TEMPTING એવી ” CHEESY FINGERS “……..!!

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

 

ટીપ્પણી