જયા પાર્વતીના પર્વ નિમિતે અચૂક વાંચો : પાર્વતીજીની ચતુરાઈ

- Advertisement -

shiva-parvati-DM90_l

પુરાણ કાળની આ લોકકથા છે.

એક વાર શિવ અને પાર્વતી આકાશમાં ઘુમવા નીકળ્યા. અચાનક પાર્વતીએ નીચે જોયું તો ધરતી પણ ક્યાય પાણી દેખાયું નહિ. ધરતી સુકીભઠ હતી. પશુ-પક્ષી અને માનવ પાણી-પાણીના આર્તનાદ પાળીની મરણને શરણ થઇ રહ્યા હતા. દસે દિશામાં હાહાકાર મચી રહ્યો હતો.

આ કરુણાજનક દ્રશ્ય જોઇને પાર્વતીને દયા આવી. એ શિવને કેહવા લાગ્યા: “પ્રભુ ! પૃથ્વી પરતો ભયંકર દુકાળ પડ્યો છે.પાણી વગર બધા ટપોટપ મરવા લાગ્યા છે. એમના પર કૈક દયા કરો !”

શિવ ગંભીરતાથી બોલ્યા: “ હે પાર્વતી ! જ્યાં સુધી હું મારો શંખ નહિ બજાવું, ત્યાં સુધી ધરતી પર પાણીનું એક ટીપું પણ પડશે નહિ. પાછલા બે વર્ષથી મેં શંખ વગાડ્યો નહિ અને હજી બીજા પાચ વર્ષ સુધી હું શંખ વગાડવાનો નથી “

પાર્વતી કહે : “એનો અર્થ… એ કે પૃથ્વી પર સાત-સાત વશ સુધી દુકાળ છવાયેલો રહેશે ?”

શિવ કહે : “ હા, દેવી !“

પાર્વતી કહે :”પણ આવા કઠોર દંડ પૃથ્વીવાસીઓને આપવા પાછળનું કારણ શું ???”

શિવ બોલ્યા :”કારણ વગર તો આમ બને જ નહિ ! મનુષ્યોએ એટલા બધા પાપ કાર્ય છે કે જેની કોઈ હદ નથી. એને કારણે પૃથ્વી પર ભાર વધી ગયો છે ! જ્યાં સુધી એમને એમના પાપનું ભાન નહિ થાય ત્યાં સુધી પાપનો ભાર ઓછો નહિ થાય. એટલા માટે પૃથ્વીવાસીઓને મેં સાત વર્ષના દુકાળનો શ્રાપ આપ્યો છે !”

આ સાંભળી પાર્વતી મનમાં દુખી થયા. બંને આગળ ચાલ્યા…..

આ જતા એક દ્રશ્ય જોઈ પાર્વતી નવાઈ પામ્યા ! સુકી ધરતી પર બળબળતા તાપમાં એક કમજોર ખેડૂત હળ ચલાવી રહ્યો છે અને તેના શરીરમાં લોહી-માંસનું નામ નિશાન નથી. એક એક હાડકું ગણી શકાય તેવું નર્યું હાડપિંજર ! તેના બળદો પણ તેના જેવા જ હતા અને બંને હાંફતા-હાંફતા ચાલતા હતા.

આ જોઈ પાર્વતી શિવને કેહવા લાગ્યા: “ ભગવંત ! અ શું છે? આપ તો હજી બીજા પાચ વર્ષ સુધી શંખ બજાવવાના નથી ને? છતાં આ ખેડૂત હળ કેમ ચલાવે છે ? શું એના ખેતરમાં કોઈ ચમત્કારિક વરસાદ થવાનો છે? “

શિવ કહે: “ના, પાર્વતી ! વરસાદ વરસવાનો તો હાલ કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ ખેડૂત હળ એટલા માટે ચલાવે છે કે એ ક્યાંક હળ ચલાવાનું ભૂલી ન જાય ! ખેડૂત એમ વિચારતો હશે કે બે વરસથી તો હળ ચલાવ્યું નથી અને જો હજુ હળ નહિ ચલાવું તો કદાચ એવું બને કે હળ ચલાવવાનું યાદ ન રહે !”

પાર્વતીને પેલા હાડપિંજર જેવા કમજોર ખેડૂત પર ખુબ જ દયા આવી અને તે શિવજીને કેહવા લાગ્યા…

“પ્રભુ ! હું માનવા તૈયાર નથી કે પૃથ્વીનો પ્રત્યેક માનવી પાપી બની ગયો છે. થોડાક ભલા માણસો પણ આ પૃથ્વી પર વસતા હશે જ. આપે સાત વર્ષ સુધી વરસાદ રોકી રાખ્યો છે તો પાપીઓ સાથે તેમને પણ દુ:ખ ભોગવવું પડશે. આ તો સુકા ભેગું લીલું પણ બળે એવો ન્યાય થયો. આ તો અન્યાય કેહવાય.”

પાર્વતીની વિનંતી છતાં શિવજી શંખ વગાડવા તૈયાર ન થયા .

છેવટે પાર્વતી એક ઊંડો નિ:શ્વાસ નાખી બોલ્યા: “આપ દેવ કેહવાઓ છો, છતાં આપનામાં એટલીયે સૂઝ-બુઝ નથી ? જેટલી આ કમજોર ખેડૂતમાં છે ??”

શિવ ચોકીને બોલ્યા: “હેં શું કહ્યું ?”

પાર્વતી આંખો મટમટાવતા બોલ્યા: “હું તો સાચુ જ કહું છું. પેલો ખેડૂત જૂઠેજૂઠું હળ ચલાવી રહ્યો હતો, કારણ કે તેને હળ ચલાવવાની વિદ્યા બરાબર યાદ રહે. પ્રભુ ! શંખ બજાવવો એ પણ એક કળા છે. આપે તો છેલ્લા બે વર્ષોથી શંખ બજાવ્યો નથી અને હજુ બીજા પાંચ વર્ષ સુધી શંખ બજાવ્યો નથી. આમ કુલ સાત સાત વર્ષ સુથી આપ શંખ નહિ બજાવો અને શંખ બજાવાનું ભૂલી જશો તો?”

શિવ તનમાં આવી બોલ્યા : “ ભૂલ્યા ભૂલ્યા…..એમ તો ભૂલી જવાતું હશે ?”

પાર્વતી કહે :” હા, ભૂલી જવાય. આવતા પાચ વર્ષની વાત છોડો. મને તો લાગે છે કે તમે સાચેસાચ શંખ બજાવવાનું ભૂલીજ ગયા છો.”

શિવજી: “બિલકુલ ભૂલ્યો નથી. તારે એનું પ્રમાણ જોઈએ છે? તો એ જો… શંખ આમ વાગે છે.”

આમ કહીને શિવે ઝોળીમાંથી શંખ કાઢ્યો અને તુરત જોરથી બજાવ્યો. શંખનાદ સાથે જ આકાશમાં કાળા-કાળા વાદળા આમતેમ દોડાદોડી કરવા લાગ્યા અને જોતજોતામાં તો પૃથ્વી પર મુશળધાર વરસાદ તૂટી પડ્યો.

આમ જોઈ પાર્વતી ખડખડાટ હસી પડ્યા. એમની સૂઝ ને કારણે પૃથ્વી પર આવેલું એક મહાન સંકટ સહેજમાં ટળી ગયું.

પાર્વતીની આ ચતુરાઈથી શિવ પણ પ્રસન્ન થયા ને તે દર સાલ શંખ બજાવતા રહ્યા અને પૃથ્વી પર વરસાદ વરસતો રહ્યો..

સૌજન્ય : નિધિ પટેલ (રાજકોટ)

ટીપ્પણી