છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવોએ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી?

- Advertisement -

481596_525181470874872_259222410_nછેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવોએ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી? જેમ કે,

– શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે.

– ટુથ-પેસ્ટ ખલાસથયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.

– મળેલ ભેટ તો ઠીક પણ ભેટ ઉપરના રેપર પણ રી- સાયકલ કરવાની કેવી મજા આવે.

– બોન ચાયનાની ક્રોકરી ઘરમાં આવતા મહેમાન માટે જ હોય, બાકી કજોડા કપ-રકાબીની મોજ.

– ટીવીના રીમોટને પાછળ ઠબકારી ઠબકારી તોડી નાખશું પણ પચી રૂપીયાના સેલ નહી નાખીએ

– ઇમ્પોર્ટેડ શાકભાજીના રવાડે – આ રસોઈ શોને કારણે ચડીએ. જેમ કે બ્રોકોલી પણ કોથમરી મફત જ માંગવાની.

– સોનાના ભાવ વધે કે ઘટે… ખરીદવું એટલે ખરીદવું જ. પહેરવા માટે? એટલે શું?

– પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.

– ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને એ પણ ફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.

– લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં ભોજન પ્રસંગે જવાનું હોય તો? સવારથી ઉપવાસ. કાં? સરખું જમી શકાય ને.

– પીઝા પાર્લર્સમાં મફતમાં મળતાં ઓરેગાનો અને ચલી ફ્લેક્સ (આમ તો ઘરે મરચાંના બી આવે તો કકળાટ કરે) બઠાવી લેવાના. અને એ બઠાવેલા પડીકા પડે પછી મેગી નુડલ્સમાં.

– બીસ્લેરીની ખાલી બોટલ મહીનાઓ સુધી રેફ્રીજરેટરમાં ઉપયોગમાં લેવાય.

– પંજાબી ફુડ પાર્સલ સર્વીસવાળાના ડબ્બાઓ ઓફીસના લંચ બોક્સ તરીકે આવે.

– અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય. લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ)

– એન્ટીક્વીટી કે મેક્ડોવેલ નં – ૧ ની ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે.

 

ટીપ્પણી