ચીઝી રાજમા પરોઠા :


રાજમા આખી રાત પલાળવા દઈ સવારે કુકર માં થોડો ખાવાનો સોડા અને મીઠું નાખી બાફી લેવા અને મેસ કરવા.

ઘઉં ના લોટ માં મીંઠું, અજમો અને તેલ નાખી કણક બાંધી તેના લુઆ કરવા.

Rajma

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ,જીરું, આદુ-મરચા-લસણ ની પેસ્ટ નાખી સાંતળવું..પછી તેમાં ટામેટા ની પેસ્ટ અને ડુંગળી ઝીણી સમારેલી નાખી બે મિનીટ સાતળવું.પછી મીઠું,હળદર,લાલ મરચું નાખી રાજમા ની પેસ્ટ નાખી હલાવી દેવું.

લુઆ માંથી રોટલી વણવી..રોટલી ના અર્ધા ભાગ માં પુરણ મૂકી એની પર છીણેલું ચીઝ પાથરવું.હવે બીજો અર્ધો ખાલી ભાગ પુરણ વાળા ભાગ પર મુકીને રોટલી સીલ કરી દેવી,તવા માં પરોઠા ની જેમ શેકી લેવી અને ગ્રીન ચટણી સાથે પીરસવી….

નોધ– કેલ્શિયમ અને આયરન આ વાનગી માં ભરપુર હોવાથી બાળકો અને સ્ત્રિયો માટે ઉત્તમ, અને સ્વાદિષ્ટ તો છે જ..!

મોકલનાર : દર્શીતાબેન પટેલ (નડિયાદ)

ટીપ્પણી