ચાલો તો આજે જ નાસ્તામાં બનાવીએ ત્રિદાલ વડા

- Advertisement -

993321_141438452727272_588497_n

ચાલો તો આજે જ નાસ્તામાં બનાવીએ ત્રિદાલ વડા

 

સામગ્રી:

 

મગની દાલ 2 ½ કપ

મસૂરની દાલ 1 ½ કપ

ચણાની દાલ – 1 કપ

આદું મરચાની પેસ્ટ – 1 ટે સ્પૂન

કોપરાનું છિણ – 2 ટે સ્પૂન

હળદર – 1-1 ½ ટી સ્પૂન

મરચું – 1-1 ½ ટી સ્પૂન

મીઠું

ખાંડ પાઉડર – 1-1 ½ ટી સ્પૂન

ચપટી સોડા

પૌવા

ઝીણી સમારેલ ડુંગળી – 2 નંગ

 

રીત:

 

• સૌ પ્રથમ ત્રણેય દાલને અડધો કે કલાક વાર પલાળી દયો,પછી તેને આખીપાખી પીસી લો.

• તેમાં આદું મરચાની પેસ્ટ,કોપરાનું છીણ,હળદર,મરચું,મીઠું,ખાંડ નાખી હલાવી લ્યો.

• જયારે તેલ મુકીએ ત્યારે તેમાં સોડા,ડુંગળી,પૌવા નાખી બરાબર હલાવી મિક્ષ કરી લો.

• હાથમાં પોચકું મૂકી બીજા હાથ વડે થેપી ધીમેકથી તેલમાં મુકવું અને બ્રાઉન કલરના તળી લો.

• તો તૈયાર છે ત્રિદાલ વડા.

• સોસ,લીલી ચટણી કે ચા સાથે સર્વ કરો.

 

નોંધ:

• ખીરું પીસતી વખતે પાણી સહેજ જ નાખવું.

• સોડા ન નાખીએ તો પણ ચાલે.

• પૌવા નું માપ નથી તે ખીરું હાથથી થેપીને તેલમાં મૂકી શકાય તે માટે છે.

 

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

 

ટીપ્પણી