ચાલો આજે બનાવો ગરમા ગરમ “સેઝવાન રાઈસ “

1063039_10151513178781088_854052748_nચાલો આજે બનાવો ગરમા ગરમ “સેઝવાન રાઈસ ”

સામગ્રી :-

2 કપ બાસમતી ચોખા

1 સ્પૂન લસણ ( જીણું સુધારેલું )

લીલી ડુંગરી પાન સાથે સુધારેલી

1 કપ મિક્ષ વેજીટેબલ (લાંબા સુધારેલા )

2 ટેબલ સ્પૂન સીઝુઆન સોસ

1/2 ફણગાવેલા બીન્સ

1 ટેબલ સ્પૂન તેલ

મીઠું સ્વાદ અનુસાર

* સેઝવાન સોસ બજાર માં તેયાર મળે છે પણ જો ના હોય તો તમે ઘરે પણ તેમને આસાની થી બનાવી સકાય છે .

* સેઝવાન સોસ

રીત :-

*લસણ ની પેસ્ટ

*3/4 ટેબલ સ્પૂન તેલ

*10/12 આખા લાલ મરચા (મિક્ષ્ચર માં પીસેલું )

*1/2 ટેબલ સ્પૂન સોયાસોસ

*1/4 ટી સ્પૂન મરી નો પાવડર

* 1/2 ટેબલ સ્પૂન ટોમેટો કેચપ

*મીઠું સ્વાદ અનુસાર

*1/4 કપ પાણી

*રીત :-

ચોખા ને પલારી ને તેને બાફી લ્યો .કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીનું સુધારેલું લસણ નાખો .ગોલ્ડન કલર નું થાય પછી તેમાંલીલી ડુંગરી નાખો . સુધારેલા વેજીટેબલસ નાખો .અને તેને 2/3 મિનીટ સાતડો .પછી તેમાં સેઝવાન સોસ નાખી ને થોડીવાર હલાવો .ત્યાર બાદ તેમાં બાફેલા ચોખા, ફણગાવેલા બીન્સ,મીઠું નાખો .અને બરોબેર મિક્ષ કરી દયો .અને ગરમા ગરમ પીરસો .

રસોઈ ની રાની :- કવિતા શેઠ (એડીસઅબાબા, ઇથોપીયા)

ટીપ્પણી