ચાલો…આજે બનાવીએ એક નવીજ વાનગી….

- Advertisement -

1320_143040299233754_1217761006_n

 

ચાલો…આજે બનાવીએ એક નવીજ વાનગી….

 

ડ્રાય પનીર જાલ્ફ્રેઝી

 

સામગ્રી

 

400 ગ્રામ પનીર

2 મીડીયમ ટામેટા

2 મીડીયમ સીમલા મિર્ચ

2 મીડીયમ ડુંગળી

1tsp આદુ ઝીણી સ્લાઈસ કરેલું

3 tbsp તેલ

1 tsp જીરું

2 આખી કાશ્મીરી મરચી સુકાયેલી

1 to 2 લીલા માર્ચ ઝીણા સમારેલા

1 1/2 tsp લાલ મરચું પાવડર

1/2 tsp હળદળ

મીઠું જરૂર મુજબ

1 1/2 tbsp વિનેગર

1 tsp ગરમ મસાલા

1/4 કપ ઝીણા સમારેલા લીલા ધાણા

 

રીત

 

1. પનીર 2 ઇંચ લાંબા ટુકડા કરી એક બાજુ મુકો

 

2. ટામેટા અને સીમલા મિર્ચ ના બીજ કાઢી તેને 2 ઇંચ લાંબા, 1/4 જાડાઈ રહે તેવી રીતે કાપો

 

3. એ જ રીતે ડુંગળી ની લાંબી સ્લાઈસ કાપો, તેના દરેક લેયર ને છુટા પાડો

 

4. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને જીરું ઉમેરો

 

5. જીરું જયારે બ્રાઉન કલર નું થવા લાગે ત્યારે તેમાં કાશ્મીરી મરચી ઉમેરો

 

6. હવે તેમાં આપને આદુ ની ઝીણી કરેલી સ્લાઈસ, સમારેલા લીલા મરચા અને ડુંગળી ઉમેરી 1 મિનીટ માટે પકાવો

 

7. તેમાં હવે લાલ મરચા નો પાવડર, હળદળ ઉમેરી સારી રીતે મિક્સ કરો અને સીમલા મિર્ચ ઉમેરો તેને મીડીયમ આંચ પર 2 3 મિનીટ સુધી પકાવો

 

8. પનીર ના લાંબા ટુકડા ઉમેરી તેને હળવે થી મિક્સ કરો

 

9. મીઠું અને વિનેગર નાખી 2-3 મિનીટ પકાવો

 

10. તેમાં ટામેટા ની કરેલી સ્લાઈસ ,ગરમ મસાલો નાખી ને સરખી રીતે મિક્સ કરો. સીમલા મિર્ચ સોફ્ટ થઇ ત્યાં સુધી પકાવો

 

11. હવે સર્વિંગ પ્લેટ માં કાઢી તેના પર લીલા ધાણા અને આદુ 2-4 સ્લાઈસ નાખી સર્વ કરો

 

આ કરી ને રોટલી, નાન કે પછી પરાઠા સાથે ખાઈ શકો છો

 

ઘરે બનાવેલા પનીર ને ફ્રાય કરવાની જરૂર નથી હોતી, પણ તો બજાર માંથી લાવેલું પનીર હોય તો તેને ફ્રાય કરી ને ઉપયોગ માં લેવું

ટીપ્પણી