ચાલો આજેજ બનાવો “ચાઈનીસ ભેળ” :-

- Advertisement -

1059026_10151521722341088_2101886370_n

ચાલો આજેજ બનાવો “ચાઈનીસ ભેળ” :-

*ગાઠીયા બનવાની સામગ્રી :-

500 ગ્રામ બાફેલા બટેટા

300 ગ્રામ ચણાનો લોટ

2 ચમચી લાલ મરચું

તળવા માટે તેલ

મીઠું સ્વાદ અનુસાર

*ગ્રેવી બનવાની સામગ્રી :-

1 ચમચી તેલ

500 ગ્રામ ટમેટા ની પ્યુરી

3 ચમચી આદુની પેસ્ટ

3 લસણ ની પેસ્ટ

2 મરચા ની પેસ્ટ

સોયા સોસ

ટમેટો સોસ

વિનેગર

2 ચમચી કોન્ફ્લોર

મીઠું સ્વાદ અનુસાર

*શાકભાજી ની સામગ્રી :-

100 ગ્રામ કોબીચ લાંબી સુધારેલી

3 ગાજર લાબી પતલી ચીર સુધારેલી

2 ડુંગરી લાંબી સુધારેલી

1કેપસીકમ ના લાંબા ચીર

સજાવટ માટે લીલી ડુંગરી ના પાન જીના સમારેલા

*રીત :-

*સૌ પેલા બટેટા ને બાફી લ્યો .પછી તેનો છુંદો કરી લ્યો .તેમા ચણા નો લોટ ,મીઠું ,મરચું નાખી થોડું પાણી ને લોટ બાંધી લ્યો

*.હવે કડાઈ માં તેલ ગરમ કરી ને ગઠીયા ના સંચા થી લાંબા ગાઠીયા પાડી ને તળી લ્યો .

* બીજા વાસણ મા1 ચમચી તેલ મૂકી ને કાચા પાકા શાકભાજી સાતડી લ્યો .

*ગ્રેવી બનાવા માટે કડાઈ માં 1 ચમચી તેલ મૂકી ને તેમાં આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખી 1 મિનીટ સાતડી ને તેમાં ટમેટા ની પ્યુરી નાખવાની .તેમાં સ્વાદ અનુસાર વિનેગર,સોયા સોસ,ટામેટાનો સોસ,મીઠું કોન્ફ્લોર માં થોડું પાણી નાખી તેની પેસ્ટ બનાવી ને પ્યુરી મા નાખી ને બધું મિક્ષ કરી ને હલાવી લ્યો .તમારી ગ્રેવી તેયાર .હવે બધા શાકભાજી ગ્રેવી ની અંદર નાખી દયો .

*સર્વ કરતી વખતે જ ગઠીયા માં શાકભાજી વાડી ગ્રેવી મિક્ષ કરી ને લીલી ડુંગરી ના પાન જીના સમારેલા છાટી ને પીરસો .

*એક અગત્ય ની જાણ ગ્રેવી બનાવી ના હોય તો નોર નો ટોમેટો સૂપ નું પેકેટ આવે છે .તો તેનો સૂપ બનાવી ને તેમાં વિનેગર ,સોયા સોસ, ને મીઠું નાખી ને એક્દમ આસાની થી પણ તમે ગ્રેવી બનાવી શકો છો .

રસોઈ ની રાણી :-કવિતા શેઠ (અડ્ડીસાબાબા,ઇથોપિયા)

 

ટીપ્પણી