ચમચમ

- Advertisement -

1043851_138920429645741_1607021335_n

 

સુપ્રભાત મિત્રો……..!!!

 

ચમચમ

 

સામગ્રી

દૂધ -5 કપ

લીંબુનો રસ 2-3 ટે સ્પૂન

ખાંડ -2 કપ

આરાલોટ -1 ટે સ્પૂન

માવો -1/4 કપ

દળેલી ખાંડ -2-3 ટે સ્પૂન

એલચી પાવડર -3-4નો

 

રીત:

તાજું બનાવેલ પનીરને મસળી મસળી ચીકણું કરી લો તેમાં આરાલોટ નાખો. પછી મિક્ષ કરી મુઠીયા જેવા ઓવલ આકારના વળી લો.

કૂકરમાં 2કપ ખાંડ અને 4 કપ પાણી લો ઉભરો આવે એટલે બધા ચમચમ અંદર મૂકી દો.

કૂકર બંધ કરી ગેસ એટલો ધીમો રાખો કે સીટી ન વાગે 7-8 min સુધી પકાવશું.

ગેસ બંધ કરી કૂકરને ઠંડુ પાડવા દયો.

કૂકર ખોલી ચાસની સાથે બધા ચમચમ બાઉલમાં લઈ લો.

ઠંડા થઈ જાય ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી.

માવામાં દળેલ ખાંડ,એલચી પાઉડર નાખી સ્ટફિંગ બનાવાનું.

3-4 કલાક પછી ચમચમને હાથ માં લઈ ઉભો કાપો મૂકી માવો ભરો.

તો તૈયાર છે ચમચમ ફ્રીજમાં મૂકી ઠંડા કરી જમવાના સમયે પીરસો.

નોંધ:

-કૂકરમાં ખાંડની ચાસણી નથી લાવાની ફક્ત ઉભરો આવે એટલે એડ કરી બંધ કરવાનું છે.

-પનીરમાં કલર વાપરીને કલરફૂલ પણ બનાવી શકાય.

-માવામાં સુકોમેવો નાખીને વધારે લિજ્જત બનાવી શકાય.

રસોઈની રાણી: ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી