ઘર બનાવતા પહેલા..જમીનની પસંદગી આમ કરો…

- Advertisement -

vaasthu-for-land

 

વાસ્તુશાસ્ત્રમાં આગળ વધતા પહેલા સૌપ્રથમ વાત જગ્યા પસંદગીની આવે છે, જગ્યા પસંદગી માટે

 

જ્યાં આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એ જગ્યા કોઈ દેવસ્થાનના દબાણમાં તો નથી ને ! વળી કોઈ મંદિરની ધજાનો પડછાયો પડતો હોય તે જગ્યામાં ન રહેવાનું શાસ્ત્રોનું સુચન છે.

જે જગ્યાએ સ્મશાન કે કબ્રસ્તાન હોય ત્યાં કોઈ નિર્માણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે.

જે જગ્યામાં અગાઉ કોઈ મોટી હોનારત બની હોય તે જગ્યાનો ત્યાગ કરવો

જે જગ્યાએ અતિશય કાંટાળું જમીન, પોલી જમીન હોય કે ખુબ જ જીવજંતુના રહેઠાણ હોય તેવી જગ્યાનો પણ ત્યાગ કરવાનો શાસ્ત્રમાં આદેશ છે.

હવે આપણે જમીન પસંદગીની વાતમાં થોડા આગળ વધીએ.

 

શાસ્ત્રકારોના કહેવા મુજબ :

 

જે જમીન પર પહેલા આસોપાલવ , દ્રાક્ષ, તળાવ, કમળ, એરંડો, ચંપો, લીંબુ નાગરવેલ, શતાવરી, આંબો, આંબળા વગેરેના વૃક્ષો થતા હોય તો તેવી જમીન સારી જાણવી તથા આવી જમીન ત્યાં રહેનારને ધન – સંપતિ અને પ્રતિષ્ઠા અપાવનાર બને છે.

પરંતુ જો અગાઉ જમીન પર નાળીયેર, પીપળો, કે વડનું વૃક્ષ હોય તો તે તાકલીફ્દાયી બને છે. માટે આવી જમીન પર મકાન ન બાંધવું જોઈએ.

જે જગ્યાએ કેળ ઉગેલી હોય તો તેના પર કદાપી મકાન ન બાંધવું જોઈએ.

આ ઉપરાંત મકાન બાંધ્ય પછી પણ ઘર સામે કે ફળિયામાં ક્યાં પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ તેની ચર્ચા આપણે કરીશું. હવે, જમીન વિશે આટલી વાત સમજ્યા બાદ જમીનનું પરીક્ષણ કેમ કરવું તે વાત આપણે સમજીએ

 

સૌ પ્રથમ પરીક્ષણ તો આપનું હૃદય જ કરશે.

જે જગ્યાએ ઉભા રહીને મનમાં શાંતિ થાય તથા હકારાત્મકતા જન્મે તે જગ્યાને અવશ્ય સારી જાણવી.

જે જગ્યાએ ઉભા રહેવાથી મનમાં ઉદ્વેગ થાય તથા નકારાત્મકતા જન્મે તે જમીનનો ત્યાગ કરવો.

જમીનની માટીના રંગ તથા ગુણધર્મ:

 

જમીન પરીક્ષણમાં મહત્વની વાત એ છે કે જમીન ફળદ્રુપ હોવી જોઈએ.

જમીનનો રંગ સફેદ, પીળો કે રતાશ પડતો હોય તો જમીનને સારી ગણવી

વધુ પડતી કથ્થાઈ જમીનને મધ્યમ ગણવી

કાળાશ પડતી જમીનને નેષ્ઠ ગણવી.

જે જમીન ખરીદવી હોય તેના મધ્યભાગમાં એક ખાડો કરવો તથા જે ધૂળ નીકળી હોય તેનાથી ફરી બુરવા પ્રયત્ન કરવો.

જો ખાડો બુરતા થોડી ધૂળ કે માટી વધે તો તે જમીન સારી ગણવી.

માટી વધે નહિ પરંતુ ખાડો બુરાઈ જાય તો જમીન મધ્યમ ગણવી

ખાડો બુરવામાં માટી ઘટે તો જમીનને નેષ્ટ સમજવી.

જમીનના મધ્ય ભાગમાં એક ખાડો કરવો. તથા તેને પાણીથી ભરી દેવો.

જો આ પાણી શોષાતા એકાદ કલાકથી વધુ સમય લાગે તો જમીન સારી ગણવી

જો આ પાણી શોષાય જાય તો તેને કોઈપણ ચણતરકામ માટે શ્રેષ્ઠ ન ગણી શકાય.

વધુ પડતા ઉંચાણ કે નીચાણવાળી જમીન પણ ન ખરીદવી જોઈએ. વળી જે જમીનની ઉતર કે પૂર્વ તરફ પુલ હોય તેવી જમીન પણ ન ખરીદી શકાય. પશ્ચિમ તરફ ઢાળ ધરાવતી જમીન સારી ન ગણાય. ઉતર કે પૂર્વ તરફ ઢાળ ધરાવતી જમીન ખરીદી શકાય છે.

 

આકાર

 

સામાન્ય રીતે ચોરસ કે લંબચોરસ પ્લોટ જ પસંદ કરવો જોઈએ. આ પ્રકારના પ્લોટ સમૃદ્ધિદાયક હોય છે.

ગૌમુખી જમીન પવિત્ર ગણાય છે. અને ત્યાં રહેનારને શુખ શાંતિ આપનાર છે. વ્યાઘ્રમુખી જમીનને રહેણાંક માટે શુભ ગણવામાં આવતી નથી.

વિષમ ખૂણા ધરાવતી, અંડાકાર, ત્રિકોણ, પંખાકાર કે ‘એલ’ આકાર ધરાવતી જમીન અશુભ ગણાય છે.

સમુર્ણ ચોરસ, લંબચોરસ, વર્તુળ, ચતુષ્કોણ, ષટકોણ હોય તેવી જમીન ખરીદવા લાયક ગણાય છે. તથા આ પ્રકારની જમીન શુભ ફળદાયી હોય છે.

આકાર પ્રમાણે જોઈએ તો ચોરસ, લંબચોરસ કે ગૌમુખી જમીનને શ્રેષ્ઠ ગણાય છે.

 

જમીનને ખોદતા

 

જમીનને ખોદતા તેમાંથી શંખ, છીપ, મોતી, પથ્થર, શાલીગ્રામ વગેરે પ્રાપ્ત થાય તો આવી જમીનને શુભ ગણવી.

જો જમીનમાંથી કાચળી, મૃતપ્રાણી, હાડકા, પોલાણ વગેરે નીકળે તો આવી જમીનને અશુભ ગણવી જોઈએ.

 

સુગંધ : સુક્ષ્મરીતે તપાસ

 

ખુબ સુક્ષ્મરીતે તપાસ કરવા માટે જમીનની સુગંધ પારખવી પડે. એકદમ શાંત વાતાવરણ હોય તથા મંદ – મંદ પવન વાતો હોય ત્યારે જમીનમાં મધ્યમાં પલાંઠીવાળી બેસી જવું તથા જમીનને સ્પર્શ કરી તેની ખુશ્બુ લેવા પ્રયત્ન કરવો. જો દિલને જચે તેવી ગંધ પ્રાપ્ત થાય તો અવશ્ય જમીનને સારી ગણવી.

જમીન ખરીદ્યા બાદ કોઈપણ ચણતર કરતા પહેલા હવન કરી શકાય તો જમીન પવિત્ર બની જાય છે.

આ લેખ અહી સમાપ્ત થાય છે. વાસ્તુના વધારે લેખો માટે ટહુકારની મુલાકાત લેતા રહો. વાસ્તુ ને લગતી કોઈપણ પ્રકારની ચર્ચા કે પ્રશ્ન માટે આપ કોમેન્ટ્સ કરી શકો છો અથવા લેખકનો સીધો જ સંપર્ક કરી શકો છો.

સૌજન્ય : ટહુકાર

ટીપ્પણી