ઘઉંના લોટની ચકરી

- Advertisement -

1044578_140793486125102_1430906710_nઘઉંના લોટની ચકરી

 

સામગ્રી:

ઘઉંનો લોટ-500 ગ્રામ

વાટેલો અજમો-1 ટે સ્પૂન

તલ-1 ટે સ્પૂન

મરચું,મીઠું,હળદર

તેલ

 

રીત:

 

• 500 ગ્રામ ઘઉંનો લોટ લઈ, તે કોરા લોટની ઢીલી પોટલી બાંધી કૂકરમાં બાફવો.

• લગભગ પંદર મિનિટમાં લોટ બફાઈ જશે. તે લોટ ઠંડો પડે એટલે ચાળી લેવો.

• તેમાં મીઠું, મરચું, હળદર, વાટેલો અજમો, તલ અને તેલનું થોડુંક જ મોણ નાંખી, કણક બાંધી, ચકરી પાડવાના સંચાથી કાગળ ઉપર ચકરી પાડી, તેલમાં તળી લેવી.(તેલમાં નાખતાની સાથે ઝારો અડાડવો નહિ અને પેલી વાર જયારે અંદર નાખીએ ત્યારે ગેસ ફાસ્ટ રાખવો પછી ધીમો.)

 

રસોઈની રાણી : ગામી હિરલ (રાજકોટ)

ટીપ્પણી