ગ્રેનોલા બાર્સ

- Advertisement -

155408_142414229296361_734045760_n

ગુડ મોર્નિંગ ફ્રેન્ડસ ..

 

ગ્રેનોલા બાર્સ

 

સામગ્રી :

2 કપ ઓટ

1/2 કપ ઓલ પર્પસ ફલાર

1/2 tsp ખાવા નો સોડા

1/3 કપ માખણ

1/2 કપ મધ

1/4 કપ બ્રાઉન સુગર

1/4 tsp તજ પાવડર

1/2 tsp વેનીલા એસેન્સ

1/8 tsp મીઠું

2 કપ મિક્સ નટ્સ અને ડ્રાય ફ્રુટ

 

રીત:

1) ઓવેન ને 350 ડીગ્રી પર પ્રેહીટ કરો , 8×9 સ્ક્વેર ની કુકિંગ ડીશ પર બકિંગ પપેર મૂકી તેના પર થોડી બટર અથવા તેલ લગાવો

2) એક મોટા બાવુંલ માં ઓટ, ખાવાનો સોડા,તજ મીઠું, ફલાર, તેમજ મિક્સ નટ્સ અને ડ્રાય ફ્રુટ ભેળવી ને રાખી દો

3) એક નાના ફ્રાય પેન ને ધીમી આંચ પર મુકો તેમાં બટર , મધ અને બ્રાઉન સુગર નાખી તેને ઉકાળવા દો પછી ગેસ કરી દો હવે તેમાં વેનીલા એસ્સેન્સ તેને સરખી રીતે ભેળવી દો

4) હવે આ મિશ્રણ ને ઓટ વાળા મિશ્રણ માં સરખી રીતે ભેળવી દો

5) તૈયાર થયેલા આ મિશ્રણ ને આપને અગાવ થી તૈયાર કરેલી બેકિંગ ડીશ માં નાખો અને ધ્યાન રહે કે મિશ્રણ સરખી રીતે પથરાયેલું રહે, બેકિંગ ડીશ ને એક વાર ધીરે થી થાપકારો જેથી મિશ્રણ એક સરખા લેયર માં આવે

6) હવે તેને બેકિંગ ડીશ ને આપને પ્રેહીટ કરેલા ઓવેન માં 25 થી 30 મિનીટ મિનીટ બેક થવા દેશું

7) ત્યાર બાદ તૈયાર થયેલી બાર્સ ને ઠંડી પાડવા દેવી લગભગ 3 કલાક.

હવે તેના મનપસંદ આકાર માં કાપી લેવી

આ બાર્સ હેલ્થી છે જે મોટા થી લઇ ને નાના બધા જ ખાઈ સકે છે

તમે ઈચ્છો એ નુંટ્સ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી શકો છો

 

નોંધ :

આ રેસીપી તમે ઓવેન વિના પણ કરી શકો છો . એક નાના ફ્રાય પેન ને ધીમી આંચ પર મુકો તેમાં બટર , મધ અને બ્રાઉન સુગર નાખી તેને ઉકાળવા દો પછી ગેસ કરી દો હવે તેમાં વેનીલા એસ્સેન્સ તેને સરખી રીતે ભેળવી દો હવે તેમાં આપને પેલે થી મિક્ષ કરેલી સામગ્રી ભેળવી દો 3 થી 4 મિનીટ દો હવે તેને એક ટ્રે માં કાઢી લો તેને સરખી રીતે પાથરો ઠંડુ થયા બાદ તને મનપસંદ આકાર માં કટ કરો

 

ટીપ્પણી