ગ્રીન ફેન્ટસી

KHUS, LEMON JUICE

 

ગરમી….! ગરમી….! તો આ રહ્યા ગરમીથી બચવાના ઉપાય…. SUMMER COOLERS ….!!!!    તો ટ્રાય કરતા પહેલા LIKE કરો અને SHARE કરો….!!!!

                                                                                 ” ગ્રીન ફેન્ટસી “

 ** સામગ્રી :-

 – ગ્રીન કલરની સક્કરટેટી : ૨૫૦ gm

 – લીલી દ્રાક્ષ : ૨૫૦ gm

 – કાકડી : ૧૦૦ gm

 – વરીયાળી પાવડર : ૧ ૧/૨ ટે.સ્પુન

 – ખસ સીરપ : ૨ ટે.સ્પુન

 – ખાંડ : જરૂર પ્રમાણે

 – ફુદીનાના પાન : ૧૫ નંગ

 – સંચળ પાવડર : ૧ ટી.સ્પુન

 – લીંબુ નો રસ : ૨ ટી.સ્પુન

 ** રીત :-

સક્કરટેટી, લીલી દ્રાક્ષ, કાકડી, વરીયાળી પાવડર, સંચળ પાવડર, ફુદીનાના પાન, લીંબુનો રસ, ખસ સીરપ, ખાંડ, બધું જ મિક્સ કરી મિક્સરમાં ચર્ન કરી ગાળી લેવું.

ત્યારબાદ એકડીશમાં બુરૂ-ખાંડ ફેલાવી સર્વિંગ ગ્લાસની બોર્ડર ઉપર લીંબુનો રસ લગાવી ગ્લાસ ઉન્ધો કરી તેની બોર્ડરને બુરૂ-ખાંડમાં ડિપ કરવી જેથી બોર્ડર પર વાઈટ લેયર થઇ જશે.

હવે ગ્લાસને અંદરથી ખસ સીરપવડે ડેકોરેટ કરી ગ્લાસની અંદર સૌથી નીચે લીંબુની ગોળ સ્લાઈસ મુકવી.

તેની ઉપર ક્રશ્ડ બરફ મૂકી તેની ઉપર તૈયાર જ્યુસ રેડવો.

ઉપર હાથેથી તોડેલ ફુદીનાના પાન અને કેસરી કલરની સક્કરટેટીનાંગોળ સ્કૂપ મૂકી ગ્લાસ ઉપર અમ્બ્રેલા અને એક ટુથપીકમાં ગ્રીન તેમજ ઓરેન્જ સક્કરટેટી નાં સ્કૂપ ભરાવી તેના વડે ગાર્નીશ કરી સર્વ કરવું અને COOOOOOOOL થઇ જવું.

Courtesy: Harsha Mehta, Rajkot

ટીપ્પણી