ગોળ કેરી નું અથાણું (Gujarati achar)

994763_297988210337072_417634364_nIngredients:

 

200 grams: કાચા ગુંદા

100 grams: ગાજર ના ખોખડા

100 grams: ગાજર નું સુકુ ખમણ

300 grams: કાચી કેરી (રાજાપુરી)

100 grams: સુકી ખારેક

200 grams: રાઈ ના કુરિયા

100 grams: ધાણા ના કુરિયા

50 grams: મેથી ના કુરિયા

50 grams: વરીયાળી

½ cup: હળદર

1 cup: કાશ્મીરી લાલ મરચું પાવડર

¼ cup: હીંગ

700 g: કોલ્હાપુરી ભીલી નો ગોળ

સ્વાદ પ્રમાણે મીઠું

500 g: તેલ

 

તૈયારી :

 

સૌપ્રથમ કાચી કેરી ને મોટા કટકા માં સમરવી પછી ગુંદા ને સાફ કરી કેરી સાથે બોરો નાખવો હળદર ને મીઠું નાખી ને પછી તેને ૨૪ કલાક રાખવું

તેમાંથી પાણી છુટું પડશે પછી તેમાંથી પાણી નીતરી લેવું તે પાણી ને ફેકવું નહિ તેમાં ખોખડા અને ખમણ પલાળી નીતારી પંખા નીચે સુકવી દેવા

ગુંદા માંથી ઠળિયા કાઢી તેને પંખા નીચે સુકવી દેવા અને કેરી ને પણ સુકવી દેવી ખારેક ને ૨ કલાક પાણી માં પલાળી સમારી લેવી અને સુકવી દેવી

આ બધું સુકાઈ પછી વઘાર કરવો

 

વઘાર માટે મોટું સ્ટીલ નું તપેલું લેવું તેમાં બધા કુરિયા નાખવા પછી બધા મસાલા નાખવા અને મિક્ષ્ કરવું પછી બીજી તપેલી માં તેલ ગરમ કરવું ગરમ થઇ જાય પછી તેને ઠંડું કરવું સહેજ ગરમ હોઈ ત્યારે તેલ ને મસાલા માં નાખવું પછી તેમાં સમારેલો ગોળ નાખી બરાબર હલાવવું પછી તેને ગોળ બરાબર ઓગળે ત્યાં સુધી રાખવું પછી તેમાં કેરી, ગુંદા, ખોખડા, ખમણ, ખારેક નાખી બરાબર મિક્ષ્ કરવું અને ૨ દિવસ બાર રાખવું અને દિવસ માં ૨ વખત તેમાં ચમચો ફેરવવો પછી કાચ ની બરણી માં ભરી લેવું

 

ટીપ :

 

ગુંદા,કેરી,ખોખડા,ખમણ અને ખારેક માં જરા પણ પાણી ન રહેવું જોઈએ

જો અથાણું વધારે સુકુ લાગે તો તેમાં ગરમ કરી ઠંડું કરેલું તેલ નાખવું

આ અથાણું ૧ વરસ સુધી સાચવી સકાશે

 

Courtesy : Manjula Thanki

ટીપ્પણી