ગાર્લિક કર્ડ રાઈસ

- Advertisement -

1014112_10201821304601143_681553897_nગાર્લિક કર્ડ રાઈસ

સામગ્રી :

રાઈસ , ઓસવેલા – 1 કપ

કર્ડ ( દહીં ) – 3 / 4 કપ

ઓઈલ – 2 ટે .સ્પૂન

રાઈ – 1 ટી . સ્પૂન

હિંગ – ચપટી

ચણા દાળ – 1 ટે . સ્પૂન

અડદ દાળ ( ફોતરા વગર ની ) – 1 ટે .સ્પૂન

સુકા લાલ મરચા – 4 નંગ

મીઠા લીમડાના પાન – 4

લસણ ની પેસ્ટ – 3 ટે .સ્પૂન

આદુ ની પેસ્ટ – 1 ટે .સ્પૂન

લીલા મરચા – 2 નંગ

કોથમીર સમારેલી – 2 ટે .સ્પૂન

લાલ મરચું પાવડર – ગાર્નીશ કરવા

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

એક કદી માં ઓઈલ લઇ , રાઈ નાખો અને તતડે પછી ચણા દાળ , અડદ દાળ નાખી થોડી શેકી લો . સુકા લાલ મરચા , હિંગ , લીમડાના પાન નાખી મિક્ષ કરી લો .

લીલા મરચા , લસણ ની પેસ્ટ , આદુ ની પેસ્ટ નાખી થોડી સાતળી લો . બોઈલ રાઈસ , મીઠું , અને દહીં નાખો , મિક્ષ કરી 2 મિનીટ થવા દો .

કોથમીર અને લાલ મરચું પાવડર થી ગાર્નીશ કરો .

ગરમા ગરમ પીરસો .

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી