ગાંધીનગર ખાતે કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી બોની પ્રજાપતિ બન્યો ગુગલ સ્ટુડન્ટ એમ્બેસેડર

- Advertisement -

68810_638852322791912_2111582589_n ગાંધીનગર ખાતે કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી બોની પ્રજાપતિ બન્યો ગુગલ સ્ટુડન્ટ એમ્બેસેડર

ગણિત વિજ્ઞાનમાં પંકાતા મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ કમ્પ્યુટરમાં કમાલ કરી શકે છે એ સાબિત થઇ રહ્યું છે. મહેસાણા જિલ્લાના હેબુવાના યુવાને સમગ્ર દેશમાં ઉત્તર ગુજરાતનો ડંકો વગાડ્યો છે. હાલમાં ગાંધીનગરની એલડીઆરપી કોલેજમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા બોની પ્રજાપતિની ગુગલ સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે નિમણુંક કરાઇ છે. દેશભરમાંથી માત્ર ૨૭૦ યુવાનોની પસંદગી કરાઇ છે.

ગુગલે ૨૦૦૬માં કેલીફોર્નિયામાં એક પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામને ગુગલ સ્ટુડન્ટ એમ્બેસેડરનું નામ આપવામાં આવ્યું હતું. કેલીફોર્નિયામાં આ પ્રોગ્રામને મોટી સફળતા મળતાં વૈશ્વિક સ્તરે વિસ્તાર્યો છે. જે અંતર્ગત આ વર્ષથી ભારતમાં આ પ્રોગ્રામ શરૂ કરાયો છે. આ પ્રોગ્રામમાં આખા ભારતમાંથી લાખો એપ્લિકેશન ગુગલમાં પહોંચી હતી.

ટીપ્પણી