ગરમ ગરમ નાન અથવા રોટલી સાથે આજે જમો “કાશ્મીરી દમ આલુ”

- Advertisement -

1063259_10151517320636088_1389611132_n

 

ગરમ ગરમ નાન અથવા રોટલી સાથે આજે જમો “કાશ્મીરી દમ આલુ”

 

*સામગ્રી :-

 

500 ગ્રામ નાના નાના બટેટા

તળવા માટે તેલ

1 ચમચી હિંગ

50 ગ્રામ લાલ મરચુ

50 ગ્રામ ધાણાજીરું

50 ગ્રામ હળદર

150 ગ્રામ દહીં

સ્વાદ અનુસાર મીઠું

ઘી

સજાવટ માટે કોથમરી (જીણી સમારેલી )

 

*કાશ્મીરી પેસ્ટ રીત :-

 

5 ચમચી કાશ્મીરી લાલ મરચુ

1 ચમચીસુંઠ નો પાવડર

1 ચમચી વળીયારી નો પાવડર

અડધી ચમચી એલચી

1 ચમચી ગરમ મસાલા પાવડર

આ બધા પાવડર પાણી નાખી ને મિક્ષ્ચર માં પીસી લ્યો।ને તેની એક જાડી પેસ્ટ બનાવો .

 

*કાશ્મીરી દમ આલું બનવાની રીત:-

 

સૌ પેલા બટેટા ને કુકર માં અધકચરા બાફી લ્યો .ઠંડા થાય પછી તેની છાલ કાઢી ને ગરમ તેલ માં તળી લ્યો .આછા બ્રાઉન રંગ ના થાય પછી એક ડીશ માં ઠંડા થવા રાખી દયો .

 

હવે દહીં મા કાશ્મીરી પેસ્ટ નાખી ને મિક્ષ કરો .તેની અંદર સુંઠ પાવડર ,વળીયારી પાવડર ,ધાણાજીરું નાખી ને હલાવી લ્યો .હવે કડાઈ મા ઘી ગરમ કરી ને તેમાં હિંગ નાખી ને જીરું નાખી ને પછી તેમાં થોડું પાણી નાખો।અને જ દહીં નું મિક્ષ્ચર નાખી ને તેમાં હળદર ,મીઠું,ગરમ્મસાલો નાખી ને ઉકાડો પછી બટેટા નાખી ને ફરી વાર ગ્રેવી સાથે ઉકાળો .ને કોથમરી થી સજાવટ કરી ને સર્વ કરો .

 

રસોઈની રાણી : કવિતા શેઠ (એડ્ડીસ અબાબા, ઇથોપિયા)

ટીપ્પણી