ખુબ જ સ્વાદિષ્ટ, મસાલા થી ભરપુર, ગરમ ગરમ રોટલી સાથે માણો *રીંગણા, બટેટા, કાંદાનું ભરેલું શાક

- Advertisement -

1056906_10151529903336088_290774986_n

 

ખુબ જ સ્વાદિષ્ટ ,મસાલા થી ભરપુર ગરમ ગરમ રોટલી સાથે માણો *રીંગણા,બટેટા ,કાંદાનું ભરેલું શાક

 

સામગ્રી :-

 

2 નાના કાંદા

3 નાના રીંગણા

4 નાના બટેટા

2 ટમેટા

3/4 ચમચા તેલ

અડધી ચમચી હિંગ

*ભરેલા શાકનો મસાલો સામગ્રી :-

2 ચમચી ચણા નો લોટ

2 ચમચા મગફળી નો ભૂકો

2 ચમચા તલ નો ભૂકો

1 ચમચો કાશ્મીરી લાલ મરચું

1 ચમચો ધાણાજીરું

1 ચમચી હળદર

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી ખાંડ

1 ચમચી આદુ ની પેસ્ટ

1 ચમચો ટોપરા નો ભૂકો

સ્વાદ અનુસાર મીઠું

કોથમરી બારીક સમારેલી

 

રીત :-

 

સૌ પેહલા બટેટા ની અને કાંદા ની છાલ ઉતારી લ્યો .પછી રીંગણા ને જાડા ગોળ ગોળ રીંગ કાપો .એવીજ રીતે બટેટા ને પણ ગોળ ગોળ કાપો .કાંદા ને આખા જ રેવા દયો .ટમેટા ના મોટા મોટા પીસ કરી લ્યો .હવે આ ગોળ રીંગ માં વચ્ચે એક કાપો આપો .હવે ભરેલા શાખ નો બધો જ મસાલો લઇ ને મિક્ષ કરો .

 

આ મસાલા માં થોડી કોથમરી પણ સાથે નાખો .મિક્ષ કરેલા મસાલા માં એક ચમચો તેલ નાખી ને ફરી વાર મસાલા ને મિક્ષ કરી દયો .તેયાર થયેલો મસાલો રીંગણા ,બટેટા ની રીંગમાં કાપો પડ્યો છે તેમાં ભરો .વધેલો મસાલો હમણાં એમ જ સાઈડ માં રેવા દયો .હવે એક કડાઈ લ્યો .તેમાં તેલ નાખો .તેલ ગરમ થાય તેમાં હિંગ નાખો.

 

ભરેલા રીંગણ ,બટેટા,આખા કાંદા નાખો .તેમાં થોડું પાણી નાખી ને ચડવા દયો .ગેસ નો તાપ ધીમો રાખો .શાક ચડી જાય પછી વધેલો મસાલો ઉપર નાખો ને મસાલા ઉપર ટમેટા નાખો .થોડું પાછુ પાણી ઉમેરો .5 મિનીટ પાછુ શાક ને ચડવા દયો .કોથમરી થી સજાવી ને ગરમ ગરમ સર્વ કરો.

 

રસોઈની રાણી કવિતા શેઠ( એડીસા અબાબા ,ઇથોપિયા )

ટીપ્પણી