ખાંડવી

khandvi

સામગ્રીઃ

 • એક વાટકી ચણા નૉ લોટ
 • પાણી
 • છાશ
 • મીઠું, હીંગ, હળદર, લાલમરચું, ધાણાજીરૂ – સ્વાદ અનુસાર
 • તેલ
 • રાઈ
 • તલ
 • કોથમીર

રીતઃ

 • સૌ પ્રથમ એક વાટકી ચણા નૉ લોટ લો.
 • તેમા બે વાટકી પાણી ઉમેરો ને એક વાટકી છાશ નાખો.
 • ત્યારબાદ તેમા મીઠુ,હીંગ,સહેજ હળદર નાખી હેન્ડમિક્ષી થી સરખુ મીક્ષ કરી દેવુ.
 • ગેસ પર મુકી સતત હલાવ્યા કરવુ.
 • ત્યારબાદ થાળી મા તેલ લગાવી પાતળો થર પાથરી દેવુ.
 • ઠંડુ થાય એટલે તેના પર ધાણાજીરુ,લાલ મરચુ નાખવું.
 • ત્યારબાદ તેલ નો વઘાર મુકી રાય,તલ નાખી તે દરેક થાળી પર નાખવુ.
 • ત્યારબાદ ઉભા કાપા કરી રોલ વળી દેવા.
 • ઉપર કોથમીર નાખવી!

આ થઈ આપણા સૌ ની મનપસંદ વાનગી – ખાંડવી!

સૌજન્ય ઃ હીનાબેન કચ્છી, અમદાવાદ

ટીપ્પણી