” ખમંગ પૌવા ” – “ABCD – ANY BODY CAN DO” !!!! સમજી ગયા ને…!!

images 2મિત્રો ! આપણા કુકિંગ એક્સપર્ટ હર્ષાબેન એક યુનિક કોન્સેપ્ટ લઈને આવ્યા છે. જેમાં દર અઠવાડિયે કોઈ પણ એક થીમ પર આખા અઠવાડિયાની રેસીપી હશે…! તો આ વખતેની થીમ છે, “ABCD – ANY BODY CAN DO” !!!! સમજી ગયા ને…!! તો જાણો અને માણો આજની રેસીપી !

” ખમંગ પૌવા ”

 

** સામગ્રી :-

 

– પલાડેલ પૌવા : ૧ બાઉલ

– ટોપરાનું ખમણ : ૧/૨ બાઉલ

– કાકડી, ટામેટા, લીલા મરચા, કાચી કેરી બધું જ ઝીણું સમારેલ : ૩/૪ કપ

– સફરજન ઝીણું સમારેલ : ૧/૨ નંગ

– કાળી, લીલી દ્રાક્ષ : ૫૦ gm [ હાફ કટ કરેલ ]

– દાડમ : ૧/૨ નંગ

– ઝીણી સેવ : ૧/૪ કપ

– ઝીણી સમારેલ કોથમીર : ૧/૪ કપ

– ઝીણો સમારેલ ફુદીનો : ૨ ટી.સ્પુન

– મીઠું : જરૂર પ્રમાણે

– ખાંડ : ૨ ટી.સ્પુન

– ૧ લીંબુનો રસ

 

** રીત :-

સૌ પ્રથમ પૌવા ને ૫ મિનીટ માટે પલાળી લેવા. ત્યારબાદ તેમાં ટોપરાનું ખમણ, ઝીણા સમારેલ કાકડી, ટામેટા, લીલા મરચા, કાચી કેરી, સફરજન, કાળી-લીલી દ્રાક્ષ, કોથમીર, ફુદીનો, મીઠું, લીંબુનો રસ, ખાંડ, બળું જ મિક્સ કરી સર્વિંગ પ્લેટ માં આ તૈયાર ખમંગ પૌવા લઇ તેને ઝીણી સેવ, કોથમીર અને દાડમ વડે ડેકોરેટ કરી સર્વ કરવું,

આ વાનગી માં તેલનો બિલકુલ ઉપયોગ ન હોવાથી હેલ્થી તો છે જ પણ સાથોસાથ ગેસનો પણ ઉપયોગ ન હોવાથી વેકેશનમાં બોર થતા નાના બાળકો પણ ઇઝીલી બનાવી શકે છે. આ વાનગી એકદમ INSTANT છે અને ખુબ જ ટેસ્ટી પણ છે.

Courtesy : Harshaben Mehta (Rajkot)

ટીપ્પણી