ક્રીમ સલાડ !

66919_141713379366446_972040377_n

સુ પ્રભાત મિત્રો

હેપ્પી વાલા મોર્નિંગ

અવે તો ચાલુ થઇ જશે જયા પાર્વતી વ્રત ,શ્રાવણ મહિનો વગેરે વગેરે ઉપવાસો ના મહિનાઓ એમાં પણ મીઠા વગર નું ખાવા નુ તો ચાલો આપડે

બનાવીએ ક્રીમ સલાડ જે ઇઝી અને ફટાફટ બની જાય .

અને ખાવા માં પણ એટલું જ ડીલીસીઅસ છે .આ વસ્તુ ને તમે ડેઝર્ટ તરીકે અને સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો .આને કોઈ પણ માનસ ઇઝીલી બનાવી સકે છે .

 

સામગ્રી :- અખરોટ ના પીસ 1 વાડકી

બાદામ ના પીસ 1 વાડકી

પીસ્તા ના પીસ 1 વાડકી

કેળા ના પીસ 1 વાડકી

સ્ટ્રોબેરી 4 પીસ

ખાંડ 3 ટેબલ સ્પૂન

કેસર પાંચ થી સાત તાતણ।

મલાઈ 2 વાડકી (ફ્રેશ મલાઈ જે વાધારે સારી લાગશે ઘેર બનાવેલી અથવા તૈયાર માર્કેટ ની)

 

રીત :- એક બાઉલ માં મલાઈ અને ખાંડ મિક્ષ કરો પછી એને એક સાઈડ બરો બર ફીનો અથવા ગ્રાઇન્ડર મશીન થી ફીનો એટલે મલાઈ ફુલી ને ઉપર આવશે અને ટાઈટ અને વધારે લિસ્સી બનશે .પછી એમાં આ બધી સામગ્રી ઉમેરો અને સ્ટોબેરી થી ડેકોરેસન કરો . અને 15 મીન માટે ફ્રીઝ માં મુકો અને પછી સર્વ કરો .

 

નોધ :- આમાં કોઈ પણ ડ્રાય ફ્રુટ અને ફ્રુટ ઉમેરી સકાય છે .

ડેકોરેસન માટે truti fruty અને cherry પણ ઉમેરી સકાય છે .

જેને ઉપવાસ ના હોય એ લોકો ચોકલેટ ની છીન અથવા

ચોકો ચિપ્સ પણ ઉમેરી સકે છે .

 

રસોઈ ની રાની :- રૂપલ સથવારા (મેલબોર્ન ,ઓસ્ટ્રેલિયા )

 

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!