“ક્રિસ્પી કરેલા”

- Advertisement -

1002125_606207852746890_838069729_n

 

વરસાદ ની સીજ઼ન હોય અને ગુજરાતીઑ કરેલાને ભૂલી જાય ઍ કાઇ રીતે ચાલે ! પેલુ જોડકનુ તો યાદ હસે ને?

“આવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કરેલા નુ શાક”

કરેલાનુ નામ સાંભળતા જ મોઢુ કડવુ થઈ જાય હે ને!! પણ આ કરેલા ચાખ્સો તો ચોક્કસ જ ઍ મનપસંદ સબજી બની રેહસે.

“ક્રિસ્પી કરેલા”

 

સામગ્રી:

કરેલા ૨૫૦ગ્રામ,

કાજુ ના ટુકડા ૨ ચમચી,

કોપરા નુ છીન ૧.૫ ચમચી,

તલ ૨ ચમચી,

સિંગ દાણા અધકચરા ૨ ચમચી,

કીસ્મિસ ૨ ચમચી,

મીઠુ,

ગોળ સ્વાદ પ્રમાણે (૩-૪ ચમચી)

 

રીત:

કરેલા ની છાલ ઉતારી ગોળ પાતળા પતીકા સુધારી લો અન આમા થોડુ મીઠુ નાખી મિક્સ કરી ઢાકી ને ફ્રીજ઼ મા રાખી દો.બીજે દિવસેકરેલા હાથે થી દબાવી નીચોવી લો જેથી કડવાશ જતી રહે.

ઍક કડાઈ મા તેલ મુકો પછી તેમા કરેલા નાખી દો અને બ્રાઉનિશ બ્લૅક થાય ત્યા સુધી ફુલ ગૅસ પર હલાવતા રહો. પછી તેમા ગોળ અને ઉપર મુજબ નો બધો જ મસાલો નાખો અને ગોળ મેલ્ટ ના થાય ત્યા સુધી હલાવતા રહો તરત જ ગૅસ બંધ કરી દો અને જ્યા સુધી થોડુ ગરમ હોય ત્યા સુધી હલાવો.

ક્રિસ્પી કરેલા તૈયાર છે. ઠંડા થાય પછી પૅક ડબ્બા મા ભરી લો. આને તમે ૫-૬ દિવસ માટે સ્ટોર પણકરી શકો.

આ કરેલા આટલા ક્રિસ્પી છે કે તમે તેને નાસતા તરીકે પણ ઉપયોગ મા લઈ શકો છો.

આપણું પેઈજ લાઈક કરો રસોઈની રાણી

ટીપ્પણી