કાચની બરણી અને બે કપ ચ્હા

Gujarati Jokes 412જીવનમાં જયારે બધું એકસાથે જલ્દી જલ્દી કરવાનું મન થતું હોય છે….કશુક ઝડપથી મેળવી લેવાની ઈચ્છા હોય છે ત્યારે આપણને લાગેછે કે દિવસના ૨૪ કલાક પણ ઓછા પડતા હોય છે…આ સમય એક બોધકથા “કાચની બરણી અને બે કપ ચ્હા” આપણને યાદ આવે છે….

તર્કશાસ્ત્રના એક પ્રોફેસર વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓ ને પૂછતું કે આજે જીવનનો એક મહત્વનો પાઠ ભણાવવાના છે.

એમણે એક કાચની બરણી ટેબલ ઉપર મૂકી.

અને તેમાં ટેનીસના દડા એક પછી એક ત્યાં સુધી નાખવા માંડ્યા કે બરણીમાં વધારાના દડા સમાવવાની જગા બચી નહિ ..

પછી તેમને વિદ્યાર્થીઓને પૂછ્યું શું બરણી પૂરે પૂરી ભરાઈ ગયી? .હા.. અવાજ આવ્યો..

પછી પ્રોફેસરે નાના નાના કાંકરા બરણીમાં ભરવાનું સારું કર્યું..

ઘણી વાર સુધી બરણી હલાવતા રહ્યા જ્યાં સુધી ખાલી ભાગમાં કાકરા પૂરે પુરા ભરાઈ ના જાય..

ફરીથી પ્રોફેસરે પૂછ્યું હવે તો બરણી ભરાઇ ગઇ હશે .. વિદ્યાર્થીઓ એ જોર થી હા પડી.. .

પછી પ્રોફેસરે રેતીની થેલીમાંથી ધીરે ધીરે રેતી નાખવાનું સારું કર્યું.. રેતી પણ જ્યાં શક્યતા હતી તે ખાલી જગ્યામાં ભરાઈ ગયી..

હવે છોકરાઓ પોતાની મૂર્ખાઈ પર હસવા લાગ્યા.. .પાછો એજ પ્રશ્ન પૂછ્યો કે હવે તો બરણી ભરાઈ ગઇને ?

જોરથી બધાયે એક અવાજે હા પડી.કે હવે તો ખરેખર બરણી ભરાઈ ગયી છે …

પ્રોફેસરે ધીરેથી ટેબલ નીચે થી ચ્હાના બે કપ કાઢી બરણીમાં નાખ્યા .. ચા પણ બાકીની વધેલી જગા બચી હતી ત્યાં સોસાઈ ગઇ…

પ્રોફેસરે ગંભીર અવાજે સમજાવવાનું સરું કર્યું કાચની બરણીને તમે પોતાનું જીવન સમજો…

ટેનિસના દડો બધાથી મહત્વનો ભાગ છે અર્થાંત ભગવાન, બાળકો, મિત્રો, તંદુરસ્તી, સ્વાસ્થ્ય અને શોખ છે..

નાના કાંકરાનો અર્થ છે તમારી નોકરી, ઘર , મકાન વગેરે છે..

અને, રેતી નો મતલબ નાની નાની બેકાર વાતો , ઝગડા છે..

અગર તમે કાચની બરણીમાં પહેલા રેતી ભરી હોત તો ટેનિસના દડા અને કાંકરા માટે જગ્યા બચતી જ નહિ..

અગર કાંકરા ભર્યા હોત તો દડા ભરી સકત નહિ .. હા રેતી જરૂર ભરી શકી હોત.. ઠીક આજ વાત જીવનમાં પણ લાગુ પડે છે…

અગર તમે નાની નાની વાતોની પાછળ પડ્યા રહેશો તો તમારી શક્તિ તેમજ વેડફાઈ જશે અને મુખ્ય વાતો માટે વધારાનો સમય બચવાનો નથી..

મનના સુખ માટે શું જરૂરી છે તે તમારે જ નક્કી કરવાનું છે. ટેનીસના દડાની ચિંતા પહેલા કરો તેજ મહત્વપૂર્ણ છે ..

પહેલા નક્કી કરો કે શું જરૂરી છે .. બાકી બધેતો રેતી ને રેતી જ છે… વિદ્યાર્થીઓ ધ્યાનથી સાભળતા હતા..

અચાનક એકે પૂછ્યું,”સાહેબ તમે તેતો કહ્યું જ નહિ કે ચાય ના બે કપ નો અર્થ શું છે”.. પ્રોફેસર મુછમાં હસ્યા..

હું વિચારી રહ્યો હતો કે હજુ સુધી કોઈએ આ સવાલ કેમ ના કર્યો?.. .

તેનો ઉત્તર આ જ છે …

“જિંદગી આપણને ભલે કેટલી પણ પરિપૂર્ણ અને સંતોષ જનક લાગે પણ પોતાના અંગત મિત્રો સાથે ચ્હા પીવાની જગ્યા હોવી જરૂરી છે!!”  🙂

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block