કમરનો દુખાવો – સંધિવા

rheumatismઅજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.

સૂંઠ અને ગોરખું સરખે ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.

સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે.

ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી, તેમાં અર્ધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે.

સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલિસ કરવાથી કમરનો દુખાવો તેમજ દુખતા સાંધામાં આરામ થાય છે.

સૂંઠ અને હિંગ નાંખીને તેલ ગરમ કરી તેનું માલિસ કરવાથી કમરનો દુખાવો તથા શરીર જકડાઈ ગયેલું હોય તો તે મટે છે. સાંધાનો દુખાવો પણ મટે છે.

રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.

આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે, ડોકી રહી ગઈ હોય તો તે પણ મટે છે.

જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિસ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે અને સંધિવા મટે છે.

લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે.

ધાણા 10 ગ્રામ અને સૂંઠ ત્રણ ગ્રામ લઇ વાટી, તેનો ઉકાળો બનાવી, તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે.

સૂંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના શૂળ મટે છે.

જીરું, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શૂળ મટે છે.

એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે.

સૂંઠનો ઉકાળો કરી, તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે.

દોઢ બે તોલા મેથી રોજ ફાકવાથી વા મટે છે.

કોઈપણ પ્રકારના શૂળ – પડખાં, છાતી, હૃદય કે માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલિસ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો.

મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ 8 – 10 દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલા અંગો છૂટા પડે છે. અને હાથે પગે થતી કળતર પણ મટે છે.

કાચા બટાટાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તુરત જ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે.

તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવામાં ફાયદો થાય છે.

દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાના દર્દીને ખૂબ જ ફાયદો થાય છે. દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઓગાળી તેનાથી સ્નાન કરવું.

કૌચાના બીજ 1 કિલો લઇ સાંજે પાણીમાં પલાળો. સવારે તેના ફોતરા ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સુકવી દો. સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી ત્રણ ગ્રામ ચૂર્ણ સાથે 1 ગ્રામ અશ્વ ગંધાનું ચૂર્ણ મેળવી રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલા ગરમ દૂધ સાથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે.

સૂંઠનો કાઢો બનાવીને પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

સાંધાના દુખાવામાં કેરોસીન જરા ગરમ કરી માલિસ કરો.

– ટહુકાર

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!